શહેરની ટ્રાફિક સમસ્યા ઉકેલવા તાત્કાલિક પગલાં લેવાશે: સંઘવી
ગૃહરાજ્યમંત્રી આજે રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે રાજકોટ શહેર માટે માથાનો દુ:ખાવા રૂપ ગણાતી અને લોકોમાં હાલ સૌથી મોટો પ્રશ્ર્ન છે તેવી ટ્રાફીક સમસ્યાને લઈને ઢગલાબંધ ફરિયાદો મળી હતી. આ અંગે ગૃહરાજ્યમંત્રીએ આજે મીડિયાને પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, રાજકોટ શહેરનાં સાંસદો, ધારાસભ્યો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ પોલીસ અને મહાનગરપાલિકા તેમજ અન્ય વિભાગ સાથે સંકલન સમિતિની એક બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં રાજકોટ શહેરની ટ્રાફીક સમસ્યાને લઈને મહત્વની બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં રાજકોટ શહેરની ટ્રાફીક સમસ્યા ઉકેલવા માટેનો નિર્ણય લેવા સુચના આપવામાં આવી છે. તેમજ ટ્રાફીક સમસ્યા ઉકેલવા માટે જરૂરી પગલાં લેવા પણ જે તે વિભાગને આદેશ આપવામાં આવ્યો છે.
શહેરમાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો લોકદરબાર યોજાયો હતો જેમાં શહેરીજનો અને જાગૃત નાગરિકોએ વિવિધ પ્રશ્ર્નોને લઈને રજૂઆત કરી હતી. આશરે દોઢ કલાક સુધી ગૃહ મંત્રીએ અરજદારોને રૂબરૂ વન ટુ વન સાંભળ્યા હતાં. આ રજૂઆત બાદ ગૃહમંત્રીએ મીડિયા સમક્ષ આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરના વિવિધ પ્રશ્ર્નોને લઈને અરજદારોએ કરેલી રજૂઆતો અને ફરિયાદોનું આવનારા દિવસોમાં નિરાકરણ કરવા જે તે અધિકારી અને એસીપીને સુચના આપવામાં આવી છે.
ઉપરાંત શહેરના વિવિધ પ્રશ્ર્નોને લઈને સંકલન સમિતિની બેઠક પણ મળી હતી. જેમાં રાજકોટ શહેરનાં ધારાસભ્યો તથા સાંસદો અને ચૂંટાયેલા મહાનગરપાલિકાના જનપ્રતિનિધિઓ સાથે ની આ બેઠકમાં શહેરમાં ટ્રાફીક સમસ્યાને લઈને ચર્ચા કરવામાં આવી હતી શહેરની ટ્રાફીક સમસ્યા અંગેની ફરિયાદો બાબતે જનપ્રતિનિધિઓ અને સાંસદોને તેમના વિસ્તારમાં જઈ ટ્રાફીક સમસ્યા અંગેની વિગતો બાદ આ ટ્રાફીક સમસ્યા કઈ રીતે ઉકેલી શકાય તેને લઈને પોલીસ તથા મહાનગરપાલિકા ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ તેમજ હાઈવે ઓર્થોરિટીને જરૂરી સુચનાઓ આપવામાં આવશે. આગામી દિવસોમાં રાજકોટ શહેર માટે સૌથી મોટો પ્રશ્ર્ન ગણાતી ટ્રાફીક સમસ્યાને લઈને ૅતમામ વિભાગોને આ બાબત ઉપર ગંભીરતા દાખવીને જરૂરી પગલાં લેવા આદેશ આપવામાં આવ્યા છે.