For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘ભાજપ મહામંત્રી’ની પ્લેટ લગાવી દારૂની બોટલ સાથે ઇમિટેશનનો ધંધાર્થી પકડાયો

06:12 PM Dec 21, 2024 IST | Bhumika
‘ભાજપ મહામંત્રી’ની પ્લેટ લગાવી દારૂની બોટલ સાથે ઇમિટેશનનો ધંધાર્થી પકડાયો

રાજકોટ શહેરમા હાલ ટ્રાફિક બ્રાન્ચ, તમામ પોલીસ મથકનો સ્ટાફ, ક્રાઇમ બ્રાંચ, પીસીબી અને એસઓજી દ્વારા મુખ્ય માર્ગો પર વાહન ચેકીંગ અને રાત્રીના સમયે ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ કરવામા આવી રહી છે. ત્યારે મધરાત્રે ગ્રીનલેન્ડ ચોકડી તરફથી મોરબી રોડ તરફ જવાના રસ્તે બી ડીવીઝન પોલીસે કાળા કલરની કારમા શહેર ભાજપ મંત્રી લખેલી નેમ પ્લેટ વાળી કારમા દારૂની બોટલ લઇ નિકળેલા શખ્સને પકડી લેવામા આવ્યો હતો. તેની પાસેથી દારૂની એક બોટલ, મોબાઇલ તેમજ એસયુવી 700 જીજે 03 એનબી 8864 નંબરની ર0 લાખની કાર સહીતનો મુદામાલ કબજે કરવામા આવ્યો હતો.

Advertisement

પોલીસમાથી મળતી વિગતો મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમા હેડ કોન્સ્ટેબલ હિતેષભાઇ જોગડા, હાર્દિકભાઇ છૈયા, રાજાભાઇ ગઢવી અને હોમગાર્ડ સહીતનો સ્ટાફ રાત્રીના બે વાગ્યે પેટ્રોલીંગમા હતો ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ તરફ જતા રસ્તે એક એસયુવી 700 જીજે 03 એનબી 8864 નંબરની કાળા કલરની કાર જેમા આગળ રાજકોટ શહેર ભાજપ મંત્રી લખેલી નેમ પ્લેટ હતી. જે અટકાવી ચાલકનુ નામ પુછતા પોતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચામુંડા પાન વાળી શેરીમા હરસિધ્ધી પાર્ક શેરી નં 4 મા રહેતા સુરેશ વાલજી મકવાણા (ઉ.વ. 33) હોવાનુ જણાવ્યુ હતુ. તેમજ કારની તલાસી લેતા તેમાથી એક દારૂની બોટલ મળી આવી હતી. દારૂની બોટલ અંગે પુછપરછ કરતા સુરેશે સરખો જવાબ આપ્યો ન હતો અને પોતે ઇમીટેશનનો ધંધાર્થી હોવાનુ જણાવ્યુ હતુ.

તેમજ પોતે એક ફોન કરશે તો તેમને જવા દેવો પડશે તેમ કહી પોલીસ સમક્ષ રોફ જમાવ્યો હતો. જો કે પોલીસ સ્ટેશને લઇ જઇ સઘન પુછપરછ કરતા સુરેશે વટાણા વેરી દીધા હતા અને પોતે દારૂની બોટલ પિવા માટે લઇ જતો હોવાનુ જણાવ્યુ હતુ. પોતે ચોટીલા તરફ એક જમીનના કામ સબબ ગયો હતો અને ત્યાથી પોતાના ઘરે પરત આવતો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે તેમની પાસેથી ભાજપ મહામંત્રી હોય તેમજ સભ્ય હોવાનુ કાર્ડ માંગ્યુ હતુ પરંતુ તેની પાસેથી કાર્ડ મળી આવ્યુ ન હતુ અને તેમણે પોલીસ રોકે નહી માટે ભાજપ મહામંત્રીની નેમ પ્લેટ આગળ મુકી હોવાનુ કબુલ્યુ હતુ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement