ગુજરાતમાં મેડિકલ કોલેજોના ફી વધારા સામે IMAનો વિરોધ
ગુજરાતમાં મેડીકલ કોલેજોની ફીમાં કાયેલ વધારા સામે હવે ઇન્ડીયન મેડીકલ એસો.એ પણ વિોધ નોંધાવ્યો છે અને મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ છે કે, ગુજરાતની જનતાની સુખાકારી માટે સ્વાથ્ય ક્ષેત્રે ઘણા બધા પગલા લેવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયમાં ગુજરાતના તબીબી શિક્ષણ ક્ષેત્રે પણ મેડીકલ કોલેજ અને મેડીકલ સીટમાં વધારો કરી છેવાડાના માનવી સુધી તબીબી સેવાનો લાભ પહોંચડવા અભૂતપૂર્વ પ્રયત્નો થયા છે.
તાજેતરમાં ગુજરાત સરકારની મેડિકલ ફી રેગ્યુલેશન - કમિટી દ્વારા તબીબી સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ 2025-2026 અને 2026-2027 માટે સરકારી, સેલ્ફફાયનાન્સ અને મેનેજમેન્ટ ક્વોટા માટે વાર્ષિક ફી ના ધોરણમાં અસહ્ય અને અસાધારણ વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સરકારી ક્વોટા માટે અને મેનેજમેન્ટ ક્વોટા માટે 10 થી 12 ટકા જાહેર કરવામાં આવ્યા છે. આ
વાર્ષિક ફીમાં તોતિંગ વધારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુબ ચિંતાનો અને રોષનો વિષય બન્યો છે.
આ ફી વધારાના કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓં તબીબી શિક્ષણથી વંચિત રહેશે. જે વિધાર્થીઓ અને તેમના કુટુંબના શવિષ્ય માટે ચિંતાનો વિષય બનશે. ઈન્ડિયન મેડીકલ એસોસિએશન, ગુજરાત નાં તબીબી વિદ્યાર્થીઓ, વાલીઓ અને તબીબી શિક્ષણ નાં વ્યાપક હિતને ધ્યાનમાં રાખી આ તોતિંગ ફ્રી વધારો તાત્કાલિક અસરથી રદબાતલ કરવા માટે આપને અનુરોધ કરીએ છીએ, ઈંખઅ ગુજરાત સમગ્ર સમાજના અને ગુજરાત નાં તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ વતી સત્વરે આ પ્રશ્નનું હકારાત્મક નિરાકરણ લાવવા પત્રમાં માંગણી કરી છે.