For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હું પટાવાળો નથી, મારે તમને એક એક વસ્તુનો રિપોર્ટ આપવાનો ન હોય

12:15 PM Mar 07, 2024 IST | Bhumika
હું પટાવાળો નથી  મારે તમને એક એક વસ્તુનો રિપોર્ટ આપવાનો ન હોય

Advertisement

ઉપલેટાના ધારાસભ્ય અને છાડવાવદર ગામના એક નાગરિકની ઓડીયો કિલપ વાયરલ થઇ છે. જેમાં ધોરાજીથી છાડવાવદર સુધીના બિસ્માર રસ્તાના પ્રશ્ને મતદારે કામની ઉઘરાણી કરતા ધારાસભ્યએ સંયમ ગુમાવી હું પટ્ટાવાળો નથી, તેવો જવાબ આપી દેતા ભારે ચર્ચા જાગી છે.

મે મહિનામાં મંજૂર થયેલા રોડનું કામ શરૂૂ ન થતા ગ્રામજને ફરિયાદ કરી હતી. ગ્રામજનની રજૂઆત સાંભળી ધારાસભ્ય અકળાયા હતા. અને કહ્યુ હતું કે હું પટ્ટાવાળો નથી. મારે બધાને હિસાબ આપવાનો ન હોય. રોડ ક્યારે બનશે તે તો મને પણ ખબર નથી. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનો ઓડિયો સમગ્ર રાજકોટ પંથકમાં વાયરલ થયો છે.

Advertisement

મતદાર દ્વારા રોડનું કામ ચાલુ થવા બાબતે ધારાસભ્યને પૂછતા ધારાસભ્ય દ્વારા કહેલ કે, સરકારમાં કામ મંજૂર કરાવી દીધું છે. તેમજ તેની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ જવા પામી છે. ત્યારે હવે આગામી ટૂંક સમયમાં રોડનું કામ ચાલુ થશે. રોડ બનવાનો છે. ચિંતા કરો નહી. જે બાદ ધારાસભ્ય દ્વારા કહેલ કે મારે તમને એક એક વસ્તુનો રિપોર્ટ ન આપવાનો હોય. જે બાદ મતદારે કહેલ કે અમે ક્યાં કીધું કે તમે પટાવાળો છો. ત્યારે રોડ ન બનતા અમે કંટાળી ગયા છીએ. ત્યારે ધારાસભ્ય દ્વારા ટૂંક સમયમાં કામ ચાલુ કરાવવાનું મતદારને વચન આપ્યું હતું. જે બાદ મતદારે કહ્યું હતું કે, ગ્રામજનો દ્વારા નક્કી કર્યું છે કે જો આ વખતે રોડ નહી થાય તો મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે. જે બાદ ધારાસભ્ય દ્વારા કહેલ કે રસ્તો થશે...થશે.....થશે જ. તેમજ સારી ક્વોલીટીનો પહોળો વ્હાઈટ. માત્રને માત્ર મેં જ કરાવ્યું છે. 26 કરોડનો રોડ મંજૂર થયો છે. તેમજ આચાર સંહિતા પહેલા મને વર્ક ઓર્ડર જોઈએ તેમ મે રજૂઆત કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement