For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુખ્ય માર્ગો પર મંજૂરી વિના ગેરકાયદે લગાવેલા હોર્ડિંગ હટાવાયા

12:19 PM Mar 29, 2025 IST | Bhumika
મુખ્ય માર્ગો પર મંજૂરી વિના ગેરકાયદે લગાવેલા હોર્ડિંગ હટાવાયા

પંડિત નહેરું માર્ગ, હિંમતનગર કોલોની રોડ વગેરે સ્થળેથી 260થી વધુ હોર્ડિંગ કબજે કર્યા

Advertisement

જામનગર શહેરમાં ખાસ કરીને પંડિત નહેરુ માર્ગ તથા અન્ય અલગ અલગ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ ના પોલ પર કેટલીક ખાનગી પાર્ટીઓ દ્વારા મંજૂરી વિના ગેરકાયદે રીતે જાહેરાત માટેના હોર્ડિંગ- કિયોસ્ક વગેરે લગાવી દેવાયા હતા, તેને હટાવવા માટેની ગઈકાલથી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, અને એસ્ટેટ શાખાની અલગ અલગ ટુકડીઓ આ કામગીરી કરી રહી છે.

સૌપ્રથમ ગઈકાલે પંડિત નહેરુ માર્ગ પર જી.જી. હોસ્પિટલથી પંચવટી સુધીના માર્ગે સ્ટ્રીટ લાઈટના પોલ પર લગાવેલા મંજૂરી વગરના બોર્ડ ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. સાથો સાથ હિંમતનગર કોલોની તરફ જવાના માર્ગે પણ સંખ્યાબંધ મંજૂરી વગરના જાહેરાત ના બોર્ડ કિયોસ્ક વગેરે લગાવેલા જોવા મળ્યા હતા.જે તમામને ઉતારી લેવામાં આવ્યા હતા, અને ગઈકાલે સાંજે 200થી વધુ હોર્ડિંગ્સ ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.ઉપરાંત અંબર ચોકડી થી જી.જી. હોસ્પિટલ સુધીના માર્ગ પરથી પણ ગેરકાયદે હોર્ડિંગ- બોર્ડ વગેરે ઉતારવાનું કામ આજે વહેલી સવારથી શરૂૂ કરી દેવાયું હતુંઝ અને વધુ 60 જેટલા હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement