મોરબીના ઘાટીલા નજીક રણમાં ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન બેફામ
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા વન વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલ
માળિયા તાલુકાના ઘાટીલા નજીક આવેલ રણમાં ગેરકાયદે મીઠાનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં મીઠાનું ઉત્પાદન થતું જોવા મળી રહ્યું છે અને વન વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
સોશ્યલ મીડિયામાં વાયરલ વિડીયોમાં ઘાટીલા નજીક રણમાં ગેરકાયદે મીઠાનું ઉત્પાદન કરવામાં આવતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે વિડીયો ક્યારનો છે તે સ્પષ્ટ નહિ પરંતુ વાયરલ થયેલ વિડીયોમાં મીઠાનું ઉત્પાદન થતું હોવાનું દેખાઈ રહ્યું ચેહ મીઠાના ઢગલા કરી ટ્રકમાં માલ ભરવામાં આવતો હોવાનું પણ સ્પષ્ટ થયું છે ઘુડખર અભયારણ્ય માટે વન વિભાગ સતર્ક હોવાના દાવા પોકળ સાબિત થયા છે વન વિભાગની કામગીરી પણ સવાલોના ઘેરામાં જોવા મળી રહી છે મીઠાનું ઉત્પાદન થઇ રહ્યું છે અને વન વિભાગને જાણ પણ ના થઇ કે પછી મિલીભગતથી ગોરખધંધો ચાલી રહ્યો છે ? તેવા સવાલો નાગરિકોમાં ચર્ચાય રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે રણમાં કેમિકલ ઢોળવામાં આવ્યું હોવાનું સામે આવતા જીપીસીબી ટીમે નમુના લીધા હતા અને હવે રણમાં મીઠાનું ઉત્પાદન ગેરકાયદે કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે વન વિભાગ ટીમ નિંદ્રામાંથી જાગે છે કે પછી ઠંડીની સિઝનમાં બ્લેન્કેટ ઓઢી આરામથી સુતું રહેશે તે જોવું રહ્યું.