For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેલનગરની સ્ટાર રેસિડેન્સીના સાર્વજનિક પ્લોટમાં માજી પોલીસ અધિકારીનો ગેરકાયદે કબજો

04:37 PM Jul 29, 2024 IST | Bhumika
રેલનગરની સ્ટાર રેસિડેન્સીના સાર્વજનિક પ્લોટમાં માજી પોલીસ અધિકારીનો ગેરકાયદે કબજો
Advertisement

રેલનગર વિસ્તારમાં સાધુ વાસવાની કુંજ રોડ પર સિવાલય ચોકમાં સ્ટાર રેસિડન્સિ સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં નિવૃત પોલીસ અધિકારી દ્વારા કબ્જો કરી લેવામાં આવ્યો છે. રે.સં.નં-607 પૈકી, 2, જેના ટી.પી. નં-23 એફ.પી. નં-29 પૈકીમાં આવેલ છે. પ્લોટમાં 90 વારમાં પતરાના શેડ બનાવી અને અન્ય જગ્યામાં બગીચો કરવામાં આવ્યો છે.

આ અંગે સોસાયટીના રહિશો દ્વારા મહાપાલિકામાં કરાયેલ રજૂઆતમાં જણાવ્યું છે કે નંદકુમાર મિશ્રા નામના વ્યક્તિ નિવૃત પોલીસ અધિકારી હોય માથાભારે વ્યક્તિ હોય સોસાયટીના રહીસો દ્વારા અનેક વખત પ્લોટ ખાલી કરી દેવા માટે જણાવેલ હોય પરંતુ પ્લોટ ખાલી કરવા ના બદલે જે વ્યક્તિ કે સોસાયટીના રહીસો તેમણે કેવા જાય તેમની સાથે જગડો કરે અથવા તેમની સાથે માથાકૂટ કરે આમ હાલ સોસાયટીમાં પાર્કિંગની મોટી સમસ્યા હોય તેમજ હાલ સોસાયટીના પ્લોટમાં તથા પ્લોટની બહારની ભાગમાં આવેલ રસ્તા ઉપર પણ આશરે 5 ફૂટ જેટલો રસ્તો દબાવી દીધેલ હોય આમ સાર્વજનિક પ્લોટ તથા સોસાયટીના મેઈન રોડ કે જે 30 ફૂટનો રસ્તો આવેલ છે. તેમના ઉપર ગેરકાયદેસર દબાણ કરેલ હોય અને તે દબાણ અવાર નવાર કહેવા છતાં ખાલી કરતાં ના હોઈ અને ઉલ્ટાના માથાકૂટ કરતાં હોય માટે હાલ અમારે આ અરજી આપવાની ફરજ પડેલ છે.

Advertisement

આમ અમો સોસાયટી ના રહીસો આપને આ અરજી આપી વિનંતી કરીએ છીએ કે સોસાયટીના પ્લોટમાં થયેલ ગેરકાયદેસર દબાણ કે જે સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં કરવામાં આવેલ છે. તેમજ જાહેર રસ્તામાં કરેલ દબાણ દૂર કરવા અથવા દબાણ દૂર ના કરે તો ગુજરાત જમીન પચાવી પાડવા આધિનિયમ મુજબ તેમની સામે કાયદેસરની કાર્યવાહિ કરવા અરજ છે. હાલ સોસાયટીમાં પારર્કિંગની મોટી સમસ્યા હોય જો આ પ્લોટ ખાલી થાય જાય તો સોસાયટીમાં પારકિંગનો પ્રશ્ન હલ થાય તેમજ છે તેમજ ગેરકાયદેસર દબાણ દૂર થાય તેમ છે. આમ અમારી અરજીની હકીકત ધ્યાને લઈ ન્યાયિક કાર્યવાહી કરવા અરજ છે. તેમ રહિશો દ્વારા રજૂઆતના અંતમાં જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement