સાયલાના જંગલમાં ગેરકાયદે ખનન, ત્રણ શખ્સો પાસેથી 15.05 લાખનો દંડ વસુલાયો
ફોરેસ્ટ અધિકારીની સૂચના બાદ કાર્યવાહી, બે કરોડનો મુદ્દામાલ જપ્ત
સાયલાના નવાજસાપર સીમમાં જાદરાબાપાની જગ્યા નજીક આવેલી વન વિભાગની 50 હેક્ટર જમીનમાં ગેરકાયદે ખનન પકડાયું છે. વન વિભાગને મળેલી બાતમીના આધારે કર્મચારીઓએ દરોડો પાડ્યો હતો. જિલ્લા ફોરેસ્ટ અધિકારી તુષારભાઈ પટેલની સૂચના અને મૂળી ફોરેસ્ટ અધિકારી જશવંતભાઈ ગાંગડીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર પ્રવિણસિંહ, કુરેશીભાઈ, શક્તિસિંહ પરમાર, હીનાબેન પરમાર અને ભાવનાબેન સિંહલાની ટીમે રેડ કરી હતી.
તપાસમાં બે વીઘા જમીનમાં ડમ્પર જેટલી કિંમતી માટીનું ખોદકામ થયું હોવાનું સામે આવ્યું. સ્થળ પરથી ત્રણ હિટાચી મશીન સહિત રૂૂ. 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ખનિજ વિભાગ અને પર્યાવરણને થયેલા નુકસાન બદલ રૂૂ.15,05,874નો દંડ ફટકારવામાં આવ્યો. આરોપીઓમાં થોરીયાળી ગામના ભાભલુભાઈ શેખાભાઈ ક્લોતરા, રાતડકી ગામના આલાભાઈ વેરશીભાઈ ખાંભલા અને ગભરૂૂભાઈ માલાભાઈ આંબાભાઈ વેરશીભાઈ ખાંભલાનો સમાવેશ થાય છે. આરોપીઓએ 15 સપ્ટેમ્બરના રોજ દંડની રકમ ભરપાઈ કરી દીધી છે. આ પ્રકારના ખનિજ ચોરીના કેસમાં દંડની રકમ ભરપાઈ કરવાનો આ પ્રથમ કિસ્સો છે. જપ્ત કરાયેલા સાધનો છોડવાની કાર્યવાહી પણ શરૂૂ કરવામાં આવી છે.