ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તળાજાના ભેસવાડી ગામે ગેરકાયદે ખનન ઝડપાયું

12:28 PM Dec 03, 2025 IST | Bhumika
Advertisement

1.25 કરોડના વાહન રેતી જપ્ત, તંત્રની મંજૂરી વગર ખનન ચાલતું હતું

Advertisement

ભાવનગર જિલ્લાના તળાજા પંથક મા અનેક સ્થળોપર થી ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે.શેત્રુંજી નદી ને ખોદી,કુદરતી સૌંદર્ય આપતો તળાજા પંથકનો દરિયા કિનારો ખોદી ને વર્ષો થી રેતી ઉલેચાતી રહી છે ત્યારે આજે જિલ્લાના ભૂસ્તર વિભાગે અલંગ પોલીસ ને સાથે રાખી ને તળાજા તાલુકાના ભેસવડી ગામે માલિકી ની જગ્યા માંથી અલગ અલગ ત્રણ સ્થળો પર ખનન થઈ રહ્યું હોવાની બાતમી ના આધારે રેડ કરી માટી મળી ખનન માટે ના સાધનો, જેસીબી અને ટ્રક મળી તંત્રએ કુલ સવા કરોડ નો મુદામાલ જપ્ત કર્યો છે.

ભાવનગર જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી બી.એમ.જાલોનધરા પાસે થી મળતી વિગતો મુજબ ભેસવડી ગામના વિજયસિંહ ગોહિલ ની માલિકી ની જગ્યા અલગ અલગ ત્રણ સ્થળો પરથી રેતી ખનન થતી હોવાનું ધ્યાને આવેલ હતું.જેને લઇ અલંગ પોલીસ ને સાથે રાખીરેડ કરી હતી.રેડ દરમિયાન તંત્ર ને અહીંથી રેતી ચાળવાના ચારણા 4, નવા ગામના યોગરાજસિંહ વખતસિંહ ગોહિલ અને વિજયસિંહ પરબતસિંહ ગોહિલ ના જેસીબી,ડમ્પર ટ્રક,અન્ય સાધનો મળી સવા કરોડ રૂૂપિયા ના સાધનો સહિત કબ્જે લઈ અલંગ પોલીસ મથકે સોંપી દીધી હતા.
તેઓએ જણાવ્યું હતુ કે ખનન અટકાવવા ની જવાબદારી નક્કી કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે.જેમાં ગૌચર હોય તો તલાટી ની જવાબદારી છે.સરકારી પડતર અને રેવન્યુ વિભાગ ની જમીન માંથી ખનન થતું હોય તો સર્કલ અને રેવન્યુ મંત્રી ની જવાબદારી નક્કી કરવામાં આવી છે.આ લોકો રેડ કરી ન શકે પરંતુ ખનીજ વિભાગ નું ધ્યાન દોરવું આવશ્યક છે.આ વિસ્તારના સર્કલ અને રેવન્યુ વિભાગ દ્વારા ભૂસ્તર વિભાગ ને આ બાબતે જાણ કરવામાં આવી નહતી.આથી સવાલ એ ઉદ્દભબી રહ્યા છે કે કયા કારણોસર રેવન્યુ વિભાગ ચૂપ રહ્યું.

ભેંસવડી ગામની માલિકી ની જગ્યા માંથી દિવસે ખુલ્લેઆમ મોટા મોટા સાધનો વડે ખનન થતું હતું.જે.સી.બી અને ડમ્પર જેવા વાહનો દોડાવવા મા આવી રહ્યા હતા.ત્યારે સવાલ એ ઉદ્દભવે છેકે કોના પીઠબળ થી આ કાર્યવાહી ચાલી રહી હતી.તંત્ર એ ઝડપેલાં વાહન મા જેમાં એક વાહન મા નંબર પ્લેટ પાછળ નિયમ મુજબ ન હોવાનું સામે આવ્યું છે.જે છઝઘ ના કાયદા નો ભંગ કરે છે. ભૂસ્તર વિભગના અધિકારી બી.એમ. જાલોનધરા એ જણાવ્યું હતુ કે ગમે તેની માલિકી ની જમીન હોય તો તે વ્યક્તિ જમીન માંથી ખનન કરી શકતા નથી.આ બાબતે તંત્ર દ્વારા મંજૂરી પણ આપવામાં આવતી નથી.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement