ધ્રાંગધ્રા-હળવદ હાઈવે ઉપર સરકરારી જમીન પર ગેરકાયદે હોટલ તોડી પડાઈ
ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર સરકારી જમીનમાં લાંબા સમયથી ઉભી કરાયેલી ગેરકાયદેસર હોટલ ધારકને ત્રણ નોટીસ આપ્યા બાદ ડેપ્યુટી કલેકટરની હાજરીમાં તોડી પાડી દબાણ દૂર કરાયુ હતુ.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરની આજુબાજુ અને 1557 ટાવર્સ સર્વે નંબરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ અને જમીનોમાં દબાણ કરાયા છે.ત્યારે ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર સંસ્કારધામ ગુરૂૂકુલ સામે સરકારી જમીનમાં ધ્રાંગધ્રાના બળદેવભાઇ મોતીભાઇ ભરવાડ દ્વારા દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ કરી હોટલ ઉભી કરાઇ હતી.આ સરકારી જમીન હોવાથી ધ્રાંગધ્રા મામલતદાર દ્વારા જમીના પુરાવા રજૂ કરવા માટે 3 નોટીસ પણ પાઠવાઇ હતી.
પરંતુ હોટલ માલીક દ્વારા કોઇ માલીકીના પુરાવા રજૂ નહી કરતા ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્ય સહિતની મહેસુલી ટીમની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે સરકારી જમીન ઉપરની હોટલનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી સરકારી જમીન ખુલ્લી કરાઇ હતી.આમ હવે ડેપ્યુટી કલેકટર દ્વારા 1557 ટાવર્સની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી શરૂૂ કરતા દબાણકરનારાઓમાં ફફળાટ વ્યાપી ગયેલ છે.