વડિયા નજીક ઇકો કારમાં લઇ જવાતો ગેરકાયદેસર અનાજનો જથ્થો પકડાયો
સમગ્ર દેશમાં કોરોના કાળથી સસ્તા અનાજની દુકાનો માં જરૂૂરિયાત મંદ ગરીબી રેખા નીચેના લોકોને મફત માં અનાજનો જથ્થો સરકાર દ્વારા આપવામાં આવે છે. હાલ અનેક લોકો આ જથ્થો સસ્તા અનાજની દુકાનો માંથી લઇ ને બહાર વેંચતા હોવાની સુત્રોમાંથી માહિતી સાંભળવા મળતી હોય છે. વડિયાના ઢોળવા નાકા વિસ્તાર માંથી ઇકો કાર માં અનાજનો જથ્થો પસાર થવાની બાતમી મળતા ત્યાં તપાસ કરતા ત્યાંથી પસાર થતી ઇકો કાર GJ 6KP 8836ને રોકાવી તપાસ કરતા એ કારમાંથી ઘઉં અને ચોખા નો જથ્થો મળી આવતા કાર ચાલાક રફીક ભીખુભાઇ વાડુકડાપાસે તેનું બિલ માંગતા આ જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઇ જવાનો છે તેની પૂછ પરછ ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર કુલદીપસિંહ સિંધવ દ્વારા કરવામાં આવતા કોઈ જવાબ ના મળતા આ અનાજ નો જથ્થો જેમા
411કિલો ઘઉં અને 74કિલો ચોખા અને વજન કાટો સહીત નો માલસામાન અનાજ ના પુરવઠા ગોડાઉન માં જયારે કાર અને કાર ચાલક રફીક ભીખુભાઇ નામના વ્યક્તિ ને વડિયા પોલીસ ને સોંપી તેમની વિરુદ્ધ માં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડમાં વડિયા પુરવઠા ઇન્ચાર્જ મામલતદાર કુલદીપસિંહ સિંધવ અને દીપકભાઈ મકવાણા દ્વારા કુલ રૂૂપિયા 1,87,047.80 નો મુદામાલ ઝડપ્યો હતો.