For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમિતાભની દોહિત્રી નવ્યા નવેલી માટે અમદાવાદ IIM પોતાનું ઘર

04:00 PM May 14, 2025 IST | Bhumika
અમિતાભની દોહિત્રી નવ્યા નવેલી માટે અમદાવાદ iim પોતાનું ઘર

Advertisement

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ સોશિયલ મીડિયા પર તેમના કેમ્પસની ઘણી ખાસ તસવીરો શેર કરી છે, જે કેમ્પસની અંદરની છે. આ તસવીરોમાં નવ્યા તેના મિત્રો સાથે મસ્તી કરતી અને સેલ્ફી લેતી જોવા મળી રહી છે. નવ્યાએ તેના શૈક્ષણિક જીવનની ખાસ ઝલક આપી જ્યાં તે એક અભ્યાસ કરી રહી છે.

અમિતાભની દોહિત્રી નવ્યા અમદાવાદ IIMમાં અભ્યાસ કરી રહી છે. તેણીએ કેમ્પસ અંદરની ઝલક બતાવી છે. તસવીરોમાં નવ્યાએ તેના રોજિંદા કોલેજ જીવનની ઝલક આપતી ઘણી અદ્ભુત તસવીરો શેર કરી છે, જે તેના દાદા અમિતાભ બચ્ચનના ગ્લેમરસ જીવનથી સંપૂર્ણપણે અલગ અને ઘણી દૂર છે.

Advertisement

આ બધી તસવીરોમાં નવ્યાના અલગ અલગ મૂડ અને ચહેરાના હાવભાવ જોવા મળ્યા. આ બધા ફોટોઝ તેના અદ્ભુત કોલેજ જીવનને દર્શાવે છે. નવ્યા શ્વેતા બચ્ચન નંદા અને ઉદ્યોગપતિ નિખિલ નંદાની પુત્રી છે. શ્વેતા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પુત્રી છે અને નવ્યા અમિતાભની દોહિત્રી છે. નવ્યાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, એક કેમ્પસ જે ઘરમાં ફેરવાઈ ગયું. આ પોસ્ટની સાથે, નવ્યાએ હાર્ટ ઈમોજી શેર કર્યુ છે.

નવ્યાના કેમ્પસની લાલ ઈંટની દિવાલો અને મિત્રતા અને મસ્તીથી ભરપૂર આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે કારણ કે આ તસવીરો કુદરતી છે. નવ્યાની માતા શ્વેતા બચ્ચને ઇમોજી દ્વારા આ તસવીરો પર ટિપ્પણી કરી અને લખ્યું, મમ્મ

Advertisement
Tags :
Advertisement
Advertisement