For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈફકોએ ખેડૂતોને સહકારિતા સાથે અને સહકારિતાને ખાતર સાથે જોડી: અમિત શાહ

11:23 AM Apr 07, 2025 IST | Bhumika
ઈફકોએ ખેડૂતોને સહકારિતા સાથે અને સહકારિતાને ખાતર સાથે જોડી  અમિત શાહ

ઇફકોના માતૃ એકમ સંકુલની સુવર્ણ જયંતિ નિમિત્તે ઇફકો-કલોલ ખાતે ઉજવણી સમારોહ યોજાયો

Advertisement

કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઇફકોના નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ

વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના માતૃ એકમ તેમજ સૌપ્રથમ યુરિયા નિર્માણ સંકુલની સુવર્ણ જયંતીની ઉજવણી નિમિત્તે ઇફકો-કલોલ ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ઇફકોના નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો.

Advertisement

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ઈફકો-કલોલની સ્વર્ણિમ જયંતી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ઈફકોની 50 વર્ષની ગૌરવયાત્રા ખેતી, ઉત્પાદન, ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂતોની સમૃદ્ધિને સમર્પિત રહી છે.

આ ઉદ્દેશો ને જાળવી રાખીને હવે શતાબ્દી તરફની ઇફકોની સફળ કૂચમાં આધુનિક ખેત પદ્ધતિ, ખેત ઉત્પાદન વૃદ્ધિ, જમીન અને પર્યાવરણ સંરક્ષણ જેવા નવા ચાર પહેલુઓને જોડીને પ્રગતિ ગાથા આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા અમિત શાહે વ્યક્ત કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઈફકોએ ખેડૂતોને સહકારિતા સાથે અને સહકારિતાને ખાતર સાથે જોડીને ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે એક વિશેષ પહેલ કરી હતી. જેના પરિણામે આજે ખેતી સમૃદ્ધ અને ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે.

વર્ષો પહેલા ઈફકોએ વિકસાવેલું ઘન યુરિયા અને ડીએપી એ ખેતી ક્ષેત્રે એક મોટી ક્રાંતિ હતી, પરંતુ સમયને અનુરૂૂપ રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ભાર મૂકીને આજે ઈફકોએ નેનો યુરિયા અને નેનો ડીએપી વિકસાવ્યુ છે. જેણે સમગ્ર વિશ્વમાં ભારતના સહકારિતા ક્ષેત્રનો ડંકો વગાડ્યો છે તેનું તેમણે ગૌરવ કર્યું હતું.ઈફકોએ ખેડૂતોના ખેતરો સુધીની પહોંચ વધારીને લેબોરેટરીના પ્રયોગોને લેન્ડ સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે. ઈફકોની ભાવના હરહંમેશથી જ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના કાર્ય થકી ખેડૂતોને મદદરૂૂપ થવાની રહી છે. ઈફકો એક સહકારી ક્ષેત્ર હોવા છતાં, તેણે કોર્પોરેટ ક્ષેત્રની જેમ કુશળ પરિણામ મળે તે રીતે કાર્ય કર્યું છે. એટલા માટે જ, આજે પણ સહકારિતા ક્ષેત્રે ઈફકો સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આજે ઈફકો ત્રણ રાજ્યોમાં પાંચ સ્થળોએ કાર્યરત છે, જેનું વાર્ષિક ટર્નઓવર રૂૂ. 40,000 કરોડ અને નફો રૂૂ. 3,200 કરોડનો છે. આ આંકડા 50 વર્ષની સતત મહેનત અને પરિવર્તનના સાક્ષી છે. આગામી સમયમાં આ બીજ અનુસંધાન કેન્દ્ર ફળદ્રુપ બીજોનું સંવર્ધન કરશે અને ઉચ્ચ ગુણવત્તાના બીજોની રક્ષા કરશે. જે આવનારા સમયમાં ખેડૂતોની સમૃદ્ધિનું મોટું કારણ બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સહકારી ક્ષેત્રે અગ્રેસર રહેવાના ગુજરાતીઓના ખમીરને બિરદાવતા આ પ્રસંગે જણાવ્યું હતું કે, સહકારીતા એ ભારતીય સંસ્કૃતિની જૂની પરંપરા છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહના દિશાદર્શનમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી નાનામાં નાના માનવી, ખેડૂત, ગરીબ, વંચિત સૌના વિકાસને નવી દિશા સાથે સહકારિતાના વેગ મળ્યો છે. તેમણે કહ્યું કે, માત્ર 57 મંડળીઓ સાથે શરૂૂ થયેલી ઇફ્કોની આ યાત્રામાં આજે 36,000થી પણ વધુ સહકારી મંડળીઓ જોડાઇ છે અને ખેડૂતોને બીજથી લઈ બજાર સુધી સરકારની અનેક યોજનાઓ સાથ આપે છે. 1967માં 57 ખેડૂત સહકારી મંડળીઓ સાથે ઈંઋઋઈઘની સ્થાપના થઈ ત્યારે પ્રથમ ચેરમેન તરીકે પોરબંદરના યુવરાજ ઉદયભાણ સિંહજી હતા તેનો ઉલ્લેખ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો.

ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ ઇફકોના 50 પૂર્ણ થયાની ઉજવણી સમયે ઈફકોનું બીજ રોપનાર યુવરાજ ઉદયભાણસિંહને યાદ કરતાં જણાવ્યું હતું કે, નાની મંડળીની શરું થયેલી ઈફકોની વૈશ્વિક યાત્રા ખૂબ જ રોચક અને ખેડૂતોના હિતમાં રહી છે. ગુજરાતે શાંતિ, સમૃધ્ધિ અને સલામતી સાથે સહકારીતામાં પણ ખુબ મજબૂત પકડ બનાવી છે. સહકાર મંત્રાલયની સ્થાપના બાદ તેનું નેતૃત્વ અમિત શાહને સોંપી સહકાર ક્ષેત્રે ભારતે વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી છે.

સમારોહના પ્રારંભે ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ વેળાએ તેમણે ઇફકો-કલોલ એકમની સ્થાપનાથી લઈને આજે 50 વર્ષ સુધીની ગૌરવપૂર્ણ યાત્રા, સફળતા અને સિદ્ધિઓની ભૂમિકા આપી હતી. જ્યારે કાર્યક્રમના અંતે ઇફકો-કલોલ એકમના પ્રમુખ સંદીપ ઘોષે આભારવિધિ કરી હતી.
ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, લક્ષ્મણજી ઠાકોર, રીટાબેન પટેલ, ઈફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરઓ સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, ઇફકોના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement