રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વરઘોડો કાઢવો હોય તો કોંગ્રેસવાળાને કોઇ બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે !

03:40 PM Jul 15, 2024 IST | admin
Advertisement

ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલનો બાઉન્સર

Advertisement

ગુજરાત રાજ્યના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. હાલ, સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો ખૂબ વાઇરલ થયો છે, જેમાં તેઓ કોંગ્રેસ પર કટાક્ષ કરતા નજરે પડી રહ્યા છે. આ વાઇરલ વીડિયો મહેસાણામાં સાંસદ હરિભાઈ પટેલનાં કાર્યકર્તા આભાર દર્શન કાર્યકમનો હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યનાં પૂર્વ ડેપ્યુટી સીએમ અને ઇઉંઙ નેતા નીતિન પટેલ તેમના બેબાક નિવેદનોનાં કારણે હંમેશાં ચર્ચામાં રહે છે.

નીતિન પટેલને જ્યારે પણ તક મળે ત્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લેવાની તક ગુમાવતા નથી. ત્યારે હવે સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કરતા જોવા મળી રહ્યા છે. આ વાઇરલ વીડિયો મહેસાણામાં સાંસદ હરિભાઈ પટેલનાં કાર્યકર્તા આભાર દર્શન કાર્યકમનો હોવાનો કહેવાઇ રહ્યું છે. વાઇરલ વીડિયોમાં પૂર્વ ડે. સીએમ નીતિન પટેલ કહેતા સંભળાય છે કે, કોંગ્રેસના નેતા એ એવું કહેલું કે પક્ષમાં બે પ્રકારનાં ઘોડા હોય છે. એક રેસનો ઘોડો અને એક લગ્નમાં નાચવા વાળો ઘોડો.
નીતિન પટેલે આગળ કહ્યું કે, હું તેમને કહેવા માંગું છું કે, ભારતીય જનતા પાર્ટી પાસે ફક્તને ફક્ત રેસમાં દોડનારા ઘોડા છે.

તેમણે કહ્યું કે, નકોઈનાં ઘરે લગ્ન હોય, કોઈની ઈચ્છા હોય કે આપણે નાચનારા ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા કોઈને બોલાવી દેજો નાચતો ઘોડો આવી જશે જણાવી દઈએ કે નીતિન પટેલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો છે અને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Tags :
Congressgujaratgujarat newsprimeminister
Advertisement
Next Article
Advertisement