કાયમી DEO નહીં તો શિક્ષણ કાર્ય પણ નહીં, હડતાળની ચીમકી
જિલ્લા શૈક્ષણિક સંઘના વર્ષો જુના પ્રશ્ર્નો નહીં ઉકેલાતા અને ઇન્ચાર્જ અધિકારી હોવાની મુખ્યમંત્રી સુધી ફરીયાદ: શિક્ષકોની સમસ્યાની ફરી ડીઇઓને રજુઆત
રાજકોટ જિલ્લામાં શિક્ષણાધિકારીની જગ્યા છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જથી ચાલી રહી છે. અનેક વખત સરકારમાં રજુઆત કરવા છતાં કાયમી ડીઓની નિમણુંક કરવામાં આવી નથી. તેના કારણે શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ થતું નથી. જિલ્લાની મહત્વની જગ્યા ખાલી હોવાના કારણે મહત્વની કામગીરી ઠપ થઇ ગઇ છે. ઘણી સ્કુલોને નવા આયોજન કરવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે આગામી દિવસોમાં કાયમી શિક્ષણાધિકારીની નિમણુંક કરવામાં નહીં આવે તો જિલ્લાની શાળાઓમાં શિક્ષણ કાર્ય પણ બંધ કરી દેવામાં આવશે તેવી ચિમકી જિલ્લાના શૈક્ષણિક સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, રાજકોટનો વહીવટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ચાલે છે, જેને કારણે વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને શાળાનોના શૈક્ષણિક અને વહીવટી તમામ કામો અટકી ઠપ થઈ ગયેલ છે, ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર - કચ્છમાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યા મહત્વની હોય, આથી રાજકોટ જિલ્લાના સાંસદ પરસોતમભાઈ રૂૂપાલાએ નિયમિત જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂંક માટે આપ સાહેબને લેખિતમાં રજૂઆત કરેલ છે, આમ છતાં નિમણૂંક ન થતાં લાંબાગાળાથી ઇન્ચાર્જથી કચેરી ચાલતી હોય, જેના કારણે આ પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે, સત્વરે કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂંક શિક્ષણના હિતમાં કરવા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ગુજરાત સરકારમાં કરવામાં આવી છે. ઉપરાંત આજરોજ રાજકોટ શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ રાજકોટની મીટીંગ મળેલ જે અંતર્ગત આવેલ પ્રશ્નોની તેમજ કેટલાક પ્રશ્નો ભુતકાળમાં રજુ થયેલ હોય તેથી તમામ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તે માટે ઘટતું કરવા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવી રજુઆત કરાિ હતી. જેમાં વર્ષ 2022 થી એલ.ટી.સી. બીલ મંજુર થયેલ નથી.
એલ.ટી.સી. અંતર્ગત 10 દિવસ રજા રોકડ રૂપાંતર બાબત ઉ.પ.ધો. કેઇસ દર મહીને ગાંધીનગર મોકલવમાં આવે તે જિ.શિ.નો ફોવર્ડીંગ લેટર સંકલન સમિતિને લીસ્ટ સાથે આપવા વર્ષ 2024 અને જુના ઉ.પ.ધો. બાકી હોય ઉચ્ચ તે ઉચ્ચ માધ્ય. ચાર્જ એલાઉન્સ બાકી ફાઇલો મંજુર કરવા બાબત.
નિવૃત રજા રોકડ રૂપાંતર મંજુર કરવા પેન્સન કેઇસ ગાંધીનગર મોકલવામાં આવે તે ફોવર્ડીંગની એક કોપી શાળાને મોકલવા, નિવૃત ગ્રેચ્યુટી મંજુર કરવા, ઉ.પ.ધો. એનેક્ષર શાળાને કર્મચારીને આપવા ભુતકાળમાં રજુઆત કરેલ. કર્મચારીઓની કામગીરી ફેરફાર કરવા બાબત. ઉ.પ. ધોરણ તેમજ અન્ય ફાઇલો ગાયબ થાય છે. તે ઉપરોકત બાબતની વારંવાર અને રજુઆત કરેલ હોય કોઇ અસરકારક કામગીરી થતી ન હોય આવી છેલ્લી અને અંતિમ રજુઆત હોય અન્યથા આગળ ઉપર પગલા ભરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.