ધોરાજીમાં તહેવાર પહેલાં રસ્તાઓ રિપેર નહીં થાય તો છેડાશે આંદોલન
ધોરાજી શહેરમાં રોડ રસ્તાની કપોડી હાલત ગંદકી કચરાના ઢગલા અને ડહોળા પાણી સહિત તમામ પ્રશ્ર્નો ઉકેલવામાં વહીવટદારનું શાસન અને પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યા છે. જે સ્થિતિનો ચિતાર સ્વયં ધોરાજી શહેર આપી રહ્યું છે.
ત્યારે આગામી સમય એ તહેવારોનો સમય આવી રહ્યો છે હિન્દુઓના તમામ પવિત્ર તહેવારો રક્ષાબંધન જન્માષ્ટમી સહિતના મોટા તહેવારો આવી રહ્યા છે ત્યારે ધોરણ શહેરમાં રોડ રસ્તાની હાલત અત્યંત કફોડી છે.
હા મામલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ ધોરાજી નગરપાલિકાના વહીવટદારને લેખિત પત્ર પાઠવી જણાવ્યું હતું કે ગત વર્ષે તંત્રની બેદરકારીને કારણે હિન્દુ સમાજના જન્માષ્ટમીના તહેવાર સમયે લોકમેળો યોજાયો ન હતો જેથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે આગામી 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો પાવન તહેવાર છે ત્યારે જન્માષ્ટમીમાં મેળાના મેદાન ને દુરસ્ત કરવું તેમજ સૌરાષ્ટ્રની શોભા સમાન જન્માષ્ટમીની શોભા યાત્રાના રૂટને જે રસ્તા ઉપર થી શોભાયાત્રા પસાર થાય છે તે તમામ રોડ રસ્તા ઉપર ખાડાઓ બુરી દેવા અને રસ્તાનું રીપેરીગં કરવું અત્યંત આવશ્યક છે આ અંગે જો સમયસર આયોજન અને કાર્યવાહી કરવામાં નહીં આવે તો વહીવટદારની ઓફિસ અથવા તેમના ઘરની સામે મોરચો લઈ હિન્દુ બિરાદરોને સાથે રાખી તેમના નિવાસ્થાન સામે પણ ધરણા નો કાર્યક્રમ કરવામાં આવશે અને આંદોલનાત્મક કાર્યક્રમો કરવા પત્રમાં સ્પષ્ટ ચીમકી વિચારવામાં આવી હતી.
ધોરાજીમાં પ્રતિવર્ષ જન્માષ્ટમી લોક મેળો લાલ શાહ બાબાનો ઉર્સ અને હઝરત ખ્વાજાનો ઉર્સ યોજાય છે જેમાં સરકારી મેદાન પર લોક મેળો યોજવામાં ટેન્ડર પ્રસિદ્ધ થાય છે અને લોકમેળા થતી આવક સરકારની તિજોરીમાં જમા થાય છે જે રકમ સવા કરોડ જેટલી રકમ હાલ સુધી જમા થઈ છે. ધોરાજી ડેપ્યુટી કલેકટર મામલતદાર સહિત લોકમેળા સમિતી આ રકમ વાપરવા નિર્ણય કરે છે. ત્યારે આ રકમ ધોરાજી શહેરના વિકાસને બદલે અન્ય જગ્યાએ વાપરવામાં આવતા વિવાદ ઉભો થયો છે.
ઉપરોક્ત મુદ્દે લલિત વસોયા એ જણાવેલ કે લોકમેળાની આવકમાંથી એકત્રિત થતી રકમ ધોરાજી શહેરના પ્રાથમિક આવશ્યક અને વિકાસલક્ષી કામોમાં વાપરવાની હોય છે પરંતુ વર્તમાન ધારાસભ્ય અને સાંસદના સૂચનથી ધોરાજી લોકમેળાની આવક ના પૈસા ધોરાજી તાલુકાના અન્ય ગામોમાં જુદા જુદા કામો માટે વાપરવામાં આવ્યા છે ત્યારે પાટણવાવ ભાયાવદર કે રાજકોટ કોર્પોરેશન દ્વારા લોક મેળો યોજાતો હોય છે. તેમાં ઉભી થતી આવક જે તે ગામ શહેર અથવા તો કોર્પોરેશન વિસ્તારમાં વાપરવાની હોય છે. ત્યારે ધોરાજી લોકમેળામાં ઉભી થયેલ આવક ગ્રામ્ય વિસ્તારમાં વાપરી નાખવામાં આવતા ધોરાજી શહેરના વિકાસમાં ગાબડું પડ્યું હોય તેમ ધોરાજીના શહેરીજનોની તંત્રની આવી નીતિને કારણે રોષ દેખાઈ રહ્યો છે.
ગત વર્ષે પણ સરકારી અને વહીવટી તંત્રની અણ આવડત અથવા તો નીતિ રીતે કારણે ઇતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી નો લોક મેળો યોજાઈ શક્યો ન હતો. ગત વર્ષે પણ શોભાયાત્રાએ ખાડા ખબડાવાળા રોડમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું હતું ત્યારે આ વખતે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થાય તેવું ધોરાજીની જનતા ચાહી રહી છે