પોલીસ હેલ્મેટ સિવાય અન્ય મુદ્દાઓ પર પણ ધ્યાન આપે તો ટ્રાફિકમાં સુવ્યવસ્થા સ્થપાશે
હાલમાં રોજબરોજ હેલ્મેટ મુદ્દે અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ જો પોલીસ વાસ્તવમાં જનતા માટે સુવિધા અને શિસ્ત જાળવવા ઈચ્છે તો ફક્ત હેલ્મેટ મુદ્દે જ નહીં, પરંતુ અનેક પ્રકારના નિયમોના ઉલ્લંઘન સામે પગલા ભરવા યોગ્ય છે.
પોલીસ વિભાગે ખોટી સાઈડ પર વાહન હંકનારાને દંડ, બિનલાયસન્સ ધરાવતા અથવા નાબાલિક બાળકો વાહન હંકે તો દંડ, રસ્તા પર જ્યાં-ત્યાં થૂંકનાર સામે કાર્યવાહી, રેડ લાઈટ સિગ્નલ તોડનારને દંડ, બાઈક પર ત્રણ વ્યક્તિઓ સવારી કરે તો કાર્યવાહી અને નંબર પ્લેટ વગર અથવા કાળા કાચવાળી ગાડીઓ પર કાર્યવાહી સહીતના મુદાઓ પર ખાસ ધ્યાન આપે તો રસ્તાઓ પર અનુકુળતા અને શિસ્ત બંનેમા સુધારો જોવા મળશે.
આ સિવાય પણ અનેક મુદ્દાઓ છે, જ્યાં નિયમોનું પાલન થવું જોઈએ. જો પોલીસ આ બધી બાબતોમાં ગંભીરતાપૂર્વક કામગીરી કરશે તો ટ્રાફિકમાં શિસ્ત, સલામતી અને સુવ્યવસ્થા સ્થાપિત થશે. તેમ શ્રેયાંસ મહેતા 9979518143 ની અખબારી યાદીમા જણાવાયુ હતુ.