ચૂંટણીમાં કોઇ બહુરૂપિયો આવે તો તેને જૂતાનો હાર પહેરાવી રવાના કરી દેજો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેરા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વાઘોડિયામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નામ લીધા વગર વિરોધીઓ પર વરસ્યા હતા. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્ટેજ પરથી વિરોધીઓને આડે હાથ લીધા હતા. પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને નામ લીધા વગર કટાક્ષ કર્યો હતો.
ધારાસભ્યએ કહ્યું કે, આવનારી ચૂંટણીમાં કોઈ બહુરુપિયો આવે તો તેને જૂતોનો હાર પહેરાવી રવાના કરજો. કોઈથી ગભરાતા નહીં હું નહીં, તમે ધારાસભ્યો છો. 2022માં ડિપોઝિટ ગુમાવનારાઓ ફરી સેવા કરવા આવ્યા છીએ. વાઘોડિયાની ભોળી જનતાને કોઈ ગેરમાર્ગે દોરશે તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશ.
ધર્મેન્દ્રસિંહ વાધેલાએ પોતાના સંબોધનમાં આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, 2022ની ચૂંટણીમાં જેમણે ડિપોઝિટ ગુમાવી હતી, તેવા લોકો ફરી પાછા આવીને વાઘોડિયાની જનતાની સેવા કરવાની વાત કરે છે. આવનારી ચૂંટણીમાં કોઈપણ બહુરુપિયા આવે તો તેને આપણા ગામમાં પ્રવેશવા દેતા નહીં. જૂતોનો હાર પહેરાવી રવાના કરજો.