For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઘટનાના 30 દી' માં RTI થાય તો પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ સાચવવા પડશે

04:00 PM Aug 05, 2025 IST | Bhumika
ઘટનાના 30 દી  માં rti થાય તો પોલીસ સ્ટેશનના cctv ફૂટેજ સાચવવા પડશે

Advertisement

તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે દરેક પોલીસ સ્ટેશનમાં CCTV ફરજિયાત લગાડવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત જે પોલીસ સ્ટેશનમાં CCTV ના લગાડ્યા હોય અને લગાડ્યા હોય તો બંધ હાલતમાં હોય તેવા પોલીસ સ્ટેશનો સામે પગલા લેવા પણ આદેશ કર્યો હતો. કોર્ટે સરકાર અને ગૃહ વિભાગને પણ નિર્દેશ કર્યો હતો. હવે CCTV ને લઈને માહિતી આયોગે મહત્વનો ચૂકાદો આપ્યો છે.

માહિતી આયોગે પોલીસ દ્વારા RTI હેઠળ સીસીટીવી ફૂટેજ ન આપવાની ફરિયાદો અને રજૂઆતના આધારે ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદામાં ટાંક્યું હતું કે, ઘટનાના 30 દિવસમાં RTI થાય તો CCTV ફૂટેજ સાચવવા પડશે. માગવામાં આવેલા ફૂટેજનો નાશ થશે તો કાર્યવાહી કરાશે. માહિતી આયોગે CCTV ફૂટેજના પરિપત્રનો ચૂસ્તપણે અમલ કરાવવા સૂચના આપી હતી. આ ઉપરાંત માહિતી આયોગે CCTV ફૂટેજ ઉપલબ્ધ કરાવવા બાબતે ફરી પરિપત્ર કરવા રાજ્ય પોલીસ વડા સહિત અધિકારીઓને સૂચના આપી હતી.

Advertisement

તાજેતરમાં શહેર કોટડા પોલીસ મથકે CCTV ની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે RTI હેઠળ CCTV ફૂટેજ નહીં આપતા મામલો માહિતી આયોગ સુધી પહોંચ્યો હતો. જેથી માહિતી આયોગે આ અંગે સામાન્ય વહીવટ વિભાગના સીસીટીવી ફૂટેજ અંગેના પરિપત્રનો ચૂસ્ત અમલ કરવા સૂચના આપી હતી. માહિતી આયોગે આપેલા ચૂકાદામાં ઉલ્લેખ કર્યો હતો કે, ઘટના બન્યાના 30 દિવસના સીસીટીવી ફૂટેજ સાચવી રાખવા જરૂૂરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement