For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

2000 ફૂટનું રહેણાક હોય તો રૂા.5000 અને બિન રહેણાકમાં વધારાનો રૂા.7756નો બોજ

03:38 PM Jan 31, 2025 IST | Bhumika
2000 ફૂટનું રહેણાક હોય તો રૂા 5000 અને બિન રહેણાકમાં વધારાનો રૂા 7756નો બોજ

હાઉસટેક્સ, ગાર્બેજ કલેક્શન, ફાયર ટેક્સ અને પ્રદૂષણવેરો બેવડા વાળી દેશે

Advertisement

મહાનગરપાલિકાએ આજે રજૂ કરેલા 2025-26ના બજેટમાં પ્રજા ઉપર 150 કરોડનો નવો કરબોજ ઝીંકી દીધો છે. જેમાં હાઉસ ટેક્સ તથા ગાર્બેજ કલેક્શન તથા ફાયર ટેક્સમાં અને પ્રદુષણ વેરા સહિતના બોજના કારણે 2000 ફૂટનું રહેણાક હોય તો રૂા. 5000 અને કોમર્શીયલમાં રૂા. 7756નો બોજો સહન કરવો પડશે.

મનપાના બજેટમાં અલગ અલગ ચાર યોજનાઓમાં ટેક્સનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ મિલ્કતવેરામાં કાર્પેટમાં રૂા. 11 ના બદલે રૂા. 15 તથા બિન રહેણાક માટે રૂા. 25ના બદલે રૂા. 30 કરવામાં આવ્યા છે. તેવી જ રીતે ગારબેજ કલેક્શનમાં પ્રથમ વખત એક સાથે 400 ટકાનો વધારો ઝીંકી દેવામાં આવ્યોે છે. હાલમાં રહેણાકની મિલ્કતમાં ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન ચાર્જ પેટે રૂા. 365 વસુલવામાં આવે છે. જેના સ્થાને હવે 1460 વસુલાશે. જ્યારે બિન રહેણાક મિલ્કતો માટે હાલમાં 1430 રૂપિયા ગારબેજ કલેક્શન ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે જેના સ્થાને રૂા. 2920 ચુકવવા પડશે તેવી જ રીતે મનપાએ પ્રથમ વખત દરેક મિલ્કત ધારક ઉપર ફાયર ટેક્સ ઝીંકવામાં આવ્યો છે. જેમાં રહેણાકની મિલ્કતો માટે પ્રતિ ચો.મીટર રૂા. 15 અને બિન રહેણાક માટે પ્રતિ ચો.મી. રૂા. 25 ચુકવવા પડશે. ત્યારે અગાઉના બજેટમાં જોગવાઈ કરેલ તે એનવાયર્મેન્ટ ચાર્જ એટલે કે, પ્રદૂષણ ચાર્જ 50 ચો.મી. કાર્પેટ એરિયાથી વધુ કાર્પેટ એરિયા હોય તેવા મિલ્કત ધારકોએ મિલ્કતવેરા બીલના 10 ટકા લેખે ચુકવવાનો થશે. આમ મહાનગરપાલિકા દ્વારા હાલના હયાત વેરામાં વધારો કરવાની સાથો સાથ ફાયર અને પ્રદૂષણ વેરો વધારાનો ઝીંકી દેવામાં આવ્યો છે.

Advertisement

હાલના મિલ્કતવેરાબીલના આધારે ગણતરી કરવામાં આવે તો નવા ઝીંકાયેલા વેરાના કારણે દા.ત. રૂા. 2000 રહેણાકનું બીલ આવતું હોય ત્યારે હાઉસ ટેક્સના વધારાના 743 ફાયરના 2788, ગારબેજ કલેક્શનના 1095 અને પ્રદૂષણના 462 સહિત વધારાના રૂા. 5000 ચુકવવા પડશે. તેવી જ રીતે બિન રહેણાકની મિલ્કતમાં 2000 વેરો આવતો હોય તો હાઉસ ટેક્સના 929, ફાયર ટેક્સના 4637, ગારબેજ કલેક્શનના 1490 અને પ્રદૂષણ ટેક્સના 709 સહિત રૂા. 7756 હાલના વેરાબીલ ઉપરાંત વધારાના ચુકવવાના રહેશે આમ બજેટમાં સુચવાયેલ ચાર નવા વેરા શહેરીજનોને બેવડા વાળી દેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement