For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

7 વર્ષના બાળકનું આધારકાર્ડ અપડેટ ન કરાવો તો બંધ થશે

04:18 PM Jul 17, 2025 IST | Bhumika
7 વર્ષના બાળકનું આધારકાર્ડ અપડેટ ન કરાવો તો બંધ થશે

UIDAI એ પાંચ વર્ષથી નાની ઉંમરે જે બાળકોના આધાર કાર્ડ બનાવાયા હતા તેને લઈને મહત્ત્વની માહિતી આપી છે. લેટેસ્ટ અપડેટ અનુસાર જે બાળકોનું આધાર કાર્ડ પાંચ વર્ષની ઉંમર પહેલા બનાવવામાં આવ્યું હોય તો તેને 7 વર્ષની ઉંમર પહેલા તેમની બાયોમેટ્રિક માહિતી, ફિંગરપ્રિન્ટ અને આઇરિસ તેમજ ચહેરો અપડેટ કરાવવો પડશે. જો આ નહીં કરાવવામાં આવે તો તેમનો આધાર નંબર ડિએક્ટિવેટ થઈ જશે. બાળપણમાં આધાર બનાવતા સમયે ફક્ત નામ, જન્મ તારીખ, સરનામું અને ફોટા જેવી માહિતી લેવામાં આવે છે. કારણ કે, તે સમયે તેમની બાયોમેટ્રિક જાણકારી સંપૂર્ણ રીતે વિકસિત નથી હોતી. આ અપડેટ એટલે પણ જરૂૂરી છે કારણ કે, તેનાથી બાળકોને શાળામાં પ્રવેશ પરીક્ષા, શિષ્યવૃત્તિ અને DBT જેવી સેવાઓમાં મુશ્કેલી થઈ શકે છે. UIDAI એ બાળકોના માતા-પિતાને આ વાતની સૂચના જખજના માધ્યમથી મોકલવાની શરૂૂ કરી દીધી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement