ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં રૂા.156.67 કરોડના ખર્ચે બનશે આઇકોનિક કેબલ બ્રિજ

11:59 AM Dec 01, 2025 IST | Bhumika
Advertisement

મોરબી મહાનગરપાલિકાની સિટી સિવિલ અને બ્યુટિફિકેશન શાખા દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. જેમાં શહેરના મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી પર ટ્રાફિકની જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે વધુ એક બ્રિજ સરકારમાંથી મંજુર કરવાયો છે. આ બ્રિજ આઈકોનીક કેબલ બ્રિજ હશે. જે લીલાપર રોડ ગૌશાળાથી સામાકાંઠે ભડિયાદ રોડને જોડશે.હાલમાં મચ્છુ નદી પરના બ્રિજ પર આવન-જાવન માટેના બે અલગ બ્રિજ હોવા છતાં, શહેરનો સંપૂર્ણ ટ્રાફિક આ જ માર્ગ પરથી પસાર થતો હોવાથી વારંવાર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે. મોરબી મહાનગરપાલિકાએ આ ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે પાડાપુલની અપસ્ટ્રીમ (નદીના પ્રવાહની ઉપરની બાજુ)માં એક આકર્ષક અને પઆઈકોનિકથ કેબલ સ્ટેડ બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે.

Advertisement

આ પ્રોજેક્ટ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરીને રાજ્ય સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ (GMIDF) દ્વારા રૂૂ. 156.67 કરોડના અંદાજિત ખર્ચે આ બ્રિજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ આઈકોનિક બ્રિજ બે મુખ્ય ભાગોમાં વહેંચાયેલો છે, જેમાં એક મુખ્ય કેબલ સ્ટે પોર્શન અને બીજું અપ્રોચ પોર્શન.મુખ્ય કેબલ સ્ટે પોર્શનએ બ્રિજનો મુખ્ય અને સૌથી આકર્ષક ભાગ છે, જેની કુલ લંબાઈ 360 મીટર છે અને તેને 90 મીટર, 180 મીટર અને 90 મીટરના ત્રણ સ્પાનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ ભાગમાં માર્ગની કુલ પહોળાઈ 22.700 મીટર રહેશે, જ્યારે વાહનોની અવરજવર માટેની મુખ્ય માર્ગ પહોળાઈ 8.5 મીટર રાખવામાં આવી છે. આમાં 4 ટ્રાફિક લેનનો સમાવેશ થાય છે અને વાહનચાલકોની સુરક્ષા માટે બંને બાજુએ 0.5 મીટરની કર્વ શાઈનેસ (Kerb Shyness) પણ આપવામાં આવી છે.

સુપરસ્ટ્રક્ચર માટે સેગમેન્ટલ પ્રકારના PSC Box Girમિયનિો ઉપયોગ કરવામાં આવશે. આ બ્રિજનું મુખ્ય આકર્ષણ તેના બે પાયલોન છે, જે દરેક 45 મીટર ઊંચા હશે (નદીના મહત્તમ પાણીના સ્તર-FRL થી ઉપર). પાયાની મજબૂતી માટે 1800 મીમી વ્યાસના પાઈલ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવામાં આવશે.અપ્રોચ પોર્શનમાં કેબલ સ્ટે પોર્શનને જમીન સાથે જોડતા પઅપ્રોચ પોર્શનથની કુલ લંબાઈ 120 મીટર છે. આ લંબાઈને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે: અ1 બાજુએ 40 મીટર અને અ2 બાજુએ 2 ડ્ઢ 40 મીટર. મુખ્ય બ્રિજની જેમ જ, આ અપ્રોચની કુલ માર્ગ પહોળાઈ પણ 22.700 મીટર અને મુખ્ય માર્ગ પહોળાઈ 8.5 મીટર રહેશે, જેમાં 4 ટ્રાફિક લેન અને બંને બાજુએ ફૂટપાથની સુવિધા ઉપલબ્ધ હશે. સુપર સ્ટ્રક્ચર માટે આ ભાગમાં પણPSC Box Girderનિો ઉપયોગ થશે. સબસ્ટ્રક્ચર બાંધકામમાં એબટમેન્ટ્સ માRCC Return Type Abutments મીમી વ્યાસના છRCC Columnનિો ઉપયોગ કરાશે, જેની ઉપરRCC Piercap લગાવવામાં આવશે.

અપ્રોચ પોર્શનના પાયા માટે 1200 મીમી વ્યાસના પાઈલ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવામાં આવશે.આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થવાથી લીલાપર, રવાપર તેમજ સામાકાંઠે ભડિયાદ અને નઝબાગ વિસ્તારના રહેવાસીઓને અવર જવરમાં સરળતા રહેશે. અને મોરબી શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવું સીમાચિહ્ન ઉમેરાશે. અગાઉ જુલાઈ મહિનામાં પણ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારને જોડતા બ્રિજ સરકારે મંજુર કર્યો હતો. શહેરની મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી પર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતા બ્રિજ માટે સરકારે રૂૂ.39.38 કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement