વાંકાનેર પાસે ટેન્કર અડફેટે ઘવાયેલા જસદણના આઇસર ચાલકનું મોત
ગીર ગઢડાના ઢોકળવામાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા આધેડને સારવારમાં ખસેડાયા
વાંકાનેરના મહીકા ગામ પાસે ટેન્કર હડફેટે ઘવાયેલા જસદણના આઇસર ચાલક યુવાનનું સારવારમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર જસદણમાં રહેતો વિપુલ સરવણભાઇ રાઠોડ નામનો 25 વર્ષનો યુવાન આઇસર લઇને વાંકાનેરના મહિકા પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ઝાડને પાણી પીવડાવતા ટેન્કર સાથે આસિર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આઇસર ચાલકનું રાજકોટ સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ગીર ગઢડાના ઢોકળવા ગામે રહેતા મંગાભાઇ ખોડાભાઇ ચૌહાણ (ઉ.વ.50) રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં બાઇક લઇને જઇ રહ્યા હતા ત્યારે અચાનક ગાય આડી ઉતરતા બાઇક સ્લીપ થયું હતું. અકસ્માતમાં ઘવાયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે ઉના, જુનાગઢ અને વેરાવળ બાદ રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.