IAS એમ.કે.દાસ બન્યા રાજ્યના નવા ચીફ સેક્રેટરી, હાલમાં CM કાર્યાલયમાં છે ACS
01:41 PM Oct 28, 2025 IST
|
admin
Advertisement
Advertisement
રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસને ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે.
આ નિમણૂક પંકજ જોશી-IASના નિવૃત્તિથી ખાલી થયેલી જગ્યાને પૂર્ણ કરવા માટે કરવામાં આવી છે. પંકજ જોશી 31 ઓક્ટોબર, 2025 (બપોર પછી) ભારતીય વહીવટી સેવામાંથી નિવૃત્ત થશે જેમણે ગુજરાત સરકારના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સેવા આપી છે.
મનોજ કુમાર દાસ, જેને એમ.કે. દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભારતીય વહીવટી અધિકારી છે. તેઓ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IAS (ભારતીય વહીવટી સેવા) અધિકારી છે. તેમની પાસે 30 વર્ષથી વધુ અનુભવ છે અને તેઓ ગુજરાતમાં મહત્વની ભૂમિકાઓમાં કાર્યરત રહ્યા છે.
Next Article
Advertisement