For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપ ઇટાલિયાને ખરીદી બતાવે તો રાજકારણ છોડી દઇશ

04:51 PM May 31, 2025 IST | Bhumika
ભાજપ ઇટાલિયાને ખરીદી બતાવે તો રાજકારણ છોડી દઇશ

આગામી 19 જૂન, 2025ના રોજ કડી અને વિસાવસર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ આજે વિસાવદરમાં અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં વિશાળ જન આર્શિવાદ યાત્રા યોજી હતી. આપની જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે. રેલી બાદ ગોપાલ ઇટાલિયા ઉમેદવારી ફોર્મ ભરશે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે વિસાવદર વાસીઓને સંબોધ્યા હતા. અરવિંદ કેજરીવાલના સંબોધનની શરૂૂઆત કરતાં પહેલાં જનમેદનીમાંથી કોઇએ આઇ લવ યુ કહેતાં અરવિંદ કેજરીવાલે આઇ લવ યુ....ટુ...થ્રી.. ફોર કહ્યું વાતાવરણને હળવું ફૂલ બનાવી દીધું હતું. અરવિંદ કેજરીવાલે વિસાવદરવાસીઓને પ્રેમને આવકાર્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં ભાજપની સરકાર છે પરંતુ વિસાવદરમાં ભાજપની સરકાર નથી.

Advertisement

વિસાવદર વાસીઓને સંબોધતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે થ18 વર્ષથી તમે લોકોએ ભાજપને વિસાવદરમાં ઘૂસવા દીધી નથી. 18 વર્ષથી ભાજપ વિસાવદરમાં જીતી નથી. ગુજરાતમાં ભાજપની સરકાર છે પરંતુ વિસાવદરમાં ભાજપની સરકાર નથી. પહેલાં તમે કોંગ્રેસને વોટ આપ્યો તો આ વખતે આમ આદમી પાર્ટીને વોટ આપ્યો. તો ભાજપે વિસાવદર પર હુમલો કરી દીધો અને વિસાવદરના લોકોનું અપમાન કરવાનું શરૂૂ કરી દીધું. પહેલાં તમે લોકોએ કોંગ્રેસના હર્ષદ રાબડિયાને જીતાડ્યા તો ભાજપે બદમાશી કરીને તેને તોડીને પોતાની પાર્ટીમાં સામેલ કરી દીધા. વિસાવદરવાસીઓએ 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપતભાઇ ભાયાણી જીતાડ્યા. ભાજપે તેમને પણ ખરીદી લીધા.

જન આર્શિવાદ યાત્રામાં અરવિંદ કેજરીવાલે ભાજપને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે પભાજપ કહે છે કે વિસાવદવાસીઓ તમારી મરજી હોય તેને જીતાડો, અમે તેને ખરીદી લઇશું. તો આજે હું ભાજપને ચેલેન્જ કરવા આવ્યો છું કે આ વખતે અમે પણ અમારો હિરા જેવો સભ્ય ઉભો રાખ્યો છે. હું ભાજપને ચેલેન્જ કરું છું કે ગોપાલ ઇટાલિયાને ખરીદીને બતાવે, કેજરીવાલ રાજકારણ છોડી દેશે. ગોપાલ ઇટાલિયાને એટલી ભારે બહુમતિથી જીતાડજો કે ભાજપને તમાચો લાગવો જોઇએ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement