For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તમારા ‘કનેકશન’ કાપી નાખીશ: એરપોર્ટ વિસ્તારમાં વીજળી ગુલ થઈ જતાં સ્ટેન્ડિંગ ચેરમેને પિત્તો ગુમાવ્યો

04:15 PM May 30, 2025 IST | Bhumika
તમારા ‘કનેકશન’ કાપી નાખીશ  એરપોર્ટ વિસ્તારમાં વીજળી ગુલ થઈ જતાં સ્ટેન્ડિંગ ચેરમેને પિત્તો ગુમાવ્યો

કાળઝાળ ગરમીમાં મધરાત્રે વીજપૂરવઠો ખોરવાતા લોકો અકળાયા, ફોલ્ટ સેન્ટર કે હેલ્પલાઈન સેન્ટરના ફોન સતત નો રિપ્લાય

Advertisement

સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે અડધી રાત્રે કચેરીએ ધસી જઈ ઈજનેરો-સ્ટાફને તતડાવી નાખ્યા, કચેરીને તાળા મારી દેવાની ચીમકી

ચોમાસાના આગમન પૂર્વે અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વિજળી ગુલ થઈ જવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ગત રાત્રે રાજકોટ શહેેરના વોર્ડ નં.2માં આવતાં એરપોર્ટ સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં અને પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટર, હેલ્પલાઈન કે જવાબદાર ઈજનેરોએ લોકોના કોણ રિસિવ નહીં કરતાં લોકોમાં ભારે દેકારો મચી ગયો હતો અને અકળાયેલા લોકોએ સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન જયમિન ઠાકરને ફરિયાદ કરતાં જયમીન ઠાકર રાત્રે એક વાગ્યે જામટાવર સબડીવીઝન કચેરીએ દોડી ગયા હતાં અને ત્યાં હાજર ડેપ્યુટી ઈજનેર, જુનિયર ઈજનેર સહિતના સ્ટાફનો રિતસર ઉધડો લીધો હતો.

Advertisement

સતત ચાર દિવસથી વોર્ડ નં.2માં રાત્રે જ વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાથી જયમિન ઠાકરે પિતો ગુમાવ્યો હતો અને ઉગ્ર ભાષામાં સ્ટાફને તતડાવી તેમના ઘરના વીજ કનેકશન કાપી નાખવાની વારંવાર ચીમકી આપી હતી તેમજ સ્ટાફ વિરૂધ્ધ ગાંધીનગર રિપોર્ટ કરવાની પણ ધમકી આપી દીધી હતી.

જો કે, સબડિવીઝનમાં હાજર ડેપ્યુટી ઈજનેર, જુનિયર ઈજનેર તેમજ સ્ટાફે અન્ડર ગ્રાઉન્ડ કેબલમાં ફોલ્ટ સર્જાયો હોવાનું અને રીપેરીંગ માટે સતત ટ્રાફીક વાળા રોડ ઉપર દિવસે ખોદકામ ન હોવાનું જણાવ્યું હતું પરંતુ સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેને તેમના ખુલાસા સાંભળ્યા વિના સતત ચાર દિવસથી લોકો પરેશાન થઈ રહ્યાનું જણાવી આખા સ્ટાફની કેમેરા સામે ખબર લઈ નાખી હતી.

હલ્લાબોલની આ સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલના અધિકારીે આ વીડિયો રેકોર્ડિંગ અટકાવવા પ્રયાસ કરતાં સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન સ્પષ્ટ મનાઈ કરી વીડિયો રેકોર્ડિંગ ચાલુ રખાવ્યું હતું. ત્યારબાદ રાત્રે જ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 2માં છેલ્લા 4 દિવસથી સતત રાત્રીના સમયે વીજળી ગુલ થતા રહેવાસીઓ ભારે પરેશાન હતા. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને ફરિયાદ મળતા તેઓ રાત્રે 1 વાગ્યે PGVCL કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે PGVCL ના મુખ્ય અધિક્ષક ઇજનેર સહિત 4 અધિકારીઓને તાબડતોબ ઓફિસે બોલાવી રીતસરના ખખડાવ્યા હતા. આ ઘટનામાં મોડી રાત્રે નાયક ફિલ્મ જેવો જ સીન જોવા મળ્યો હતો.

જયમીન ઠાકરે PGVCL ના અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તમારા ખઉની લાઈટ હું કાપીશ, મને કોઈના બાપથી ફેર નથી પડતો. રાજકોટ PGVCL કચેરીને હું તાળા મારી દઈશ, મારા પર ઋઈંછ કરવી હોય તો છૂટ છે. તેમણે અધિકારીઓને એ પણ પૂછ્યું કે, રાત્રે જ શા માટે તમને રિપેરિંગનું કામ યાદ આવે છે? દિવસે શું જખ મરાવો છો? તેમણે પોતાની 25 વર્ષની જાહેર જીવનની અને 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર તરીકેની ઓળખ પણ આપી હતી. આખરે PGVCL ના ચાર અધિકારીઓએ રાત્રે 3 વાગ્યે પોતાની સહી સાથે લેખિતમાં બાંહેધરી આપી હતી કે હવે વોર્ડ નંબર 2 વિસ્તારમાં ફોલ્ટ નહીં સર્જાય અને લાઈટ નહીં જાય. આ બાંહેધરી મળતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર ત્યાંથી નીકળ્યા હતા.

PGVCLના કમર્ચારીઓએ રાત્રે બે વાગ્યે ફોલ્ટ નહીં સર્જાય તેની લેખિત ખાતરી આપી
રાત્રે મનપાના સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરને પ્ર.નગર સબ ડીવીઝનના કર્મીઓએ લેખિતમાં હવે ફોલ્ટ સર્જાય નહીં તે માટે રાત્રે બે વાગ્યે લેખિતમાં ખાતરી આપી હતી જેમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ ફાટકની આજુબાજુનો વિસ્તાર, રામેશ્ર્વર ચોકની આજુબાજુનો વિસ્તાર, રેસકોર્ષ રીંગ રોડ પરનો વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી નવા ફોલ્ટ સર્જાવાના કારણે વીજ વિક્ષેપ થયેલ. જેમાં સદર ફીડરના બે લોકેશન આવેલ અન્ડર ગ્રાઉન્ડ કેબલમાં ફોલ્ટ થયેલ. જે ફોલ્ટ થયેલ કેબલનું આઈસોલેશન કરી સદર ફીડરનો લોડ ભોમેશ્ર્વર ફીડર તથા જંકશન ફીડરમાં નાખેલ અને પાવર સપ્લાય ચાલુ કરે. ત્યારબાદ 11 કેવી ભોમેશ્ર્વર ફીડરમાં ફોલ્ટ થવાથી ફરીથી વીજ વિક્ષેપ સર્જાયેલ જે તુરંત જમ્પર કરી પાવર સપ્લાય ચાલુ કરી આપેલ. સદર ફોલ્ટી થયેલ કેબલના બન્ને લોકેશન તા.30-5-2025ના રોજ રીપેર કરી, ફીડરનો લોડ રાબેતા મુજબ ચાલુ કરી આપવામાં આવશે અને પછી સદર ફીડરમાં પાવર સપ્લાય અંગે ફોલ્ટ ન સર્જાય તે માટે જરૂરી સમારકામ કરી આપવામાં આવશે તેની ખાત્રી આપવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement