કાળી રાતે ઉઘાડા પગે મદદે આવીશ: ગોંડલ ગણેશ
ગોંડલ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે રાત્રે એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સંગઠનમાં એકતા પ્રદર્શિત કરવાનો અને કાર્યકરોનો જુસ્સો વધારવાનો હતો. આ સ્નેહ મિલનમાં જ્યોર્તિરાદિત્ય સિંહ (ગણેશ) જાડેજા, ગણેશ ગોંડલે કહ્યું હતું કે કાળી રાતે ઉઘાડા પગે આવીને તમારી આગળ ઉભા હશું.
ગણેશ જાડેજાએ કાર્યકરોનો આભાર માનતા કહ્યું કે, ‘તમે બધા લોકોએ કાયમી માટે મારી અને મારા પરિવારની ચિંતા કરી છે અને દરેક સુખ-દુ:ખમાં મજબૂતાઈથી ઉભા રહ્યા છો.’ કાર્યકરોને ભરોસો આપતા તેમણે જણાવ્યું કે, નસ્ત્રજો આપણા કાર્યકર કે યુવાનો મુસીબતમાં હશે, તેમના પર કોઈ વ્યક્તિગત મુશ્કેલી આવશે, તો અમે અમારી ફરજ નહીં ચૂકીએ. જે રીતે ભૂતકાળમાં પૂરી તાકાતથી જવાબ આપ્યો છે, તે જ રીતે ભવિષ્યમાં પણ તમારા વતી કાળી રાતે ઉઘાડા પગે આવીને તમારી આગળ ઉભા હશું.
દરમિયાન જીગીશા પટેલ પર નગરપાલિકાના પૂર્વ પ્રમુખે કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે રેલીમાં 9 જણા હતા, અભરખા તો જુઓ, ટિકિટ માંગવાનો અને ચૂંટણી લડવાનો અધિકાર સૌ કોઈને છે તેમણે જણાવ્યું હતું કે, ગણેશ જાડેજાએ છેલ્લા છ મહિનાથી ગોંડલ વિસ્તારમાં ઉભા કરાયેલા પખોટા માહોલથ પર ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું કે સુરત, અમદાવાદ કે વડોદરા રહેતા લોકોને વાતો અને મીડિયાના માધ્યમથી ગોંડલનો ખોટો અંદાજ મળતો હતો, પરંતુ સ્થાનિક લોકોએ આ પરિસ્થિતિને ક્યાંય ઉભી થવા દીધી નથી.
નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનસુખ સખીયાએ પોતાના સંબોધનમાં જીગીશાબેન પટેલની રેલી પર આકરો કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું, અમે રેલી ગણી હતી તો માત્ર 9 જણા હતા, એના અભરખા તો જુઓ. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે ટિકિટ માંગવાનો અને ચૂંટણી લડવાનો અધિકાર સૌ કોઈને છે.