ભ્રષ્ટાચાર ખુલવાના ડરથી મને બોર્ડમાંથી કાઢયો: વશરામ સાગઠિયા
ગુજરાત માથી લોકશાહી ને વિદાય અપાઈ રહી છે.ભારતના સંવિધાન મા લોકોને આપેલા વ્યક્તિ સ્વતંત્રતા ના અધિકારો નુ ખુલ્લેઆમ હનન થઈ રહ્યુ છે. જનતાએ પોતાના રક્ષણ અને સુખાકારી જળવાઈ રહે તે માટે પોતાના પ્રતિનિધિઓને ચુટીને મહાનગરપાલિકા મા ચુટીને મોકલે છે પરંતુ એજ પ્રતિનિધિ ચુટાયા પછી જનતાનું શોષણ કરે છે તેનુ નામ ભાજપ જનરલ બોર્ડમાં જનતાએ મિડિયા ના માધ્યમથી જોયુ હશે કે હું જનતાનાં પ્રશ્નો ઉઠાવવા રહ્યો અને તુરંત માર્શલ દ્વારા મને નિયમ વિરુદ્ધ જનરલ બોર્ડની બહાર જબરજસ્તી કાઢવામાં આવ્યો હતો. તેમ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું.
ભ્રષ્ટાચાર મા લિપ્ત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે મેં (1) થોડા એવા વરસાદ મા રાજકોટ ના રસ્તાઓ નુ ધોવાણ થઈ ગયું તેમા શુ કાર્યવાહી કરવામાં આવી જનતાના ટેક્સ ની રકમ આ રીતે ભ્રષ્ટાચાર મા કેવી રીતે ઉડાવી શકાય (2) જીવરાજ પાર્ક પાસે સુવર્ણ ભુમી એપાર્ટમેન્ટ પાસે ભવાની નગરમાં દસ્તાવેજો ધરાવતા જઈ, જઝ, ઘઇઈ ના મકાનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ના ઇશારે તોડી પડાયા છે અને પછાત સમાજ ના આ લોકોને ન્યુસન્સ કહી જયમીન ઠાકરે 85% બહુજનસમાજ નુ અપમાન કરેલ છે. (3) પ્રેમ મંદિર પાસે નાના મૌવા સર્વે નંબર 123 ના ફા.ન પ્લોટ નં 288 મા એક પણ મકાન નથી ખોટા મકાનો બતાવી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની કરોડોની જમીન બિલ્ડરો ને આપી દેવાનું મોટુ કૌભાંડ થયેલ છે.
આ કૌભાંડ કરવા માટે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા એ જગ્યાએ થી ઉખાડી ફેંકી દેવામાં કોર્પોરેશન ના અધિકારીઓનો હાથ છે તેમા જવાબદારો સામે પગલા કેમ નથી લેવાય રહ્યા? શાસક પક્ષ કેમ ચુપ છે? મારા તીખા સવાલોના જવાબો શાસક પક્ષ પાસે નહોતા અને ભ્રષ્ટાચારીઓ ને રક્ષણ આપવા માટે મને જનરલ બોર્ડમાં બોલવા દેવામાં આવ્યો નથી પરંતુ હું ચુપ નહીં બેસીસ આવતા અઠવાડિયામાં સમાજના બુધ્ધિજીવીઓ ને સાથે રાખીને જન આંદોલન ઉભુ કરીશ શાસક પક્ષ જનરલ બોર્ડમાં મારો અવાજ રૂૂંધશે પરંતુ રાજકોટ ના રસ્તાઓ ઉપર મારો અવાજ રૂૂંધી નહીં શકે. આજરોજ રાજકોટના મેયરને પણ અમે પત્ર લખીને જણાવ્યું છે કે બીપીએમસી એક કે જીપીએમસી ના કયા નિયમ મુજબ આપે મને બહાર માર્શલ લો દ્વારા મારા સીટ ઉપર હોવા છતાં આપે મને કયા નિયમ અનુસાર ઉપાડીને બહાર કરવામાં આવ્યો તે જણાવશો નહીંતર આગામી દિવસોમાં આપની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આપે મને મળેલ અધિકારોથી વંચિત રાખ્યો છે તો આપના ઉપર કેમ કાયદેસરની કાર્યવાહી ન કરવી?