ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નટરાજના સાનિધ્યે નૃત્યના સંગાથે સ્ટેજ પર અંતિમ શ્વાસ લેવાની ઈચ્છા છે

10:56 AM Sep 24, 2025 IST | Bhumika
Advertisement

ગરબા અને શાસ્ત્રીય નૃત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિની મહેંક દેશ-વિદેશમાં પ્રસરાવે છે અવની શાહ

Advertisement

રાજકોટની જાણીતી ગેલેક્સી ગરબીમાં દસ વર્ષ સુધી કોરિયોગ્રાફી કરનાર અવનીબેન શાહ 63 વર્ષની વયે પણ સ્ફૂર્તિથી નૃત્ય કરે છે

"કારગીલ વોરનો સમય કોઈપણ ભારતીય ક્યારેય ભૂલી નહીં શકે. કારગીલ વોર ચાલુ હતી એ સમયે રાજસ્થાની ફોક ડાન્સર અને ફિલ્મ અભિનેત્રી ઇલા અરૂણ સાથે ત્યાંના કશીર ચેનલ માટે શો કર્યો હતો.દેશના જવાનો માટે કરેલ શો ક્યારેય નહીં ભુલાય. મારી ટીમ સાથે ત્યાં જે પર્ફોર્મ કર્યું તે મારા માટે ખૂબ જ ગૌરવની ક્ષણ હતી.” આ શબ્દો છે મુંબઈના જાણીતા શાસ્ત્રીય નૃત્યાંગના, કોરિયોગ્રાફર અને પર્ફોર્મર અવની શાહના.જેમણે દસ વર્ષ સુધી રાજકોટની જીજીએમ ગરબી માટે કોરિયોગ્રાફી કરી હતી.

તેમનો જન્મ,અભ્યાસ અને ઉછેર મુંબઈમાં થયો.કોમર્સ અને ટેક્સટાઇલ ડિઝાઈનિંગના અભ્યાસ સાથે નૃત્ય, સંગીત અને ગરબા દ્વારા ભારતીય સંસ્કૃતિની સફર શરૂ થઈ. જાણે નૃત્ય માટે જ જન્મ થયો હોય તે રીતે બીજા ધોરણમાં હતા ત્યારથી જ મમ્મી અને ટીચર્સ દ્વારા નૃત્યમાં પ્રોત્સાહન મળ્યું. શાળાકીય અભ્યાસ બાદ ભરતનાટ્યમ શીખવાનું શરૂૂ કર્યું. ત્યારબાદ 6 વર્ષ પૂર્ણ થતાં આરંગેત્રમ કર્યું. કથ્થક પણ શીખ્યા અને ગોપી કૃષ્ણજી સાથે કથ્થકના શો પણ કર્યા.

આ સમય દરમિયાન વર્ણમ્ સંસ્થા સાથે જોડાયા. સવારે કોલેજ ત્યારબાદ ડાન્સ ક્લાસ, પ્રેક્ટિસ બધું એકસાથે કરતા. તેઓ જણાવે છે કે એક પછી એક જેમ જેમ કામ આવતું ગયું તેમ તેમ આગળ વધતી ગઈ, સીડી ચડતી ગઈ અને લોકોએ જ મને વધાવી છે. વર્ણમ્ ગ્રુપના નવીનભાઈ શાહે મને પ્લેટફોર્મ આપ્યું એક ઓળખ આપી ત્યારબાદ સ્વર્ણમ્ ગ્રુપમાં પણ કોરિયોગ્રાફી કરી અને હાલ મારૂ પોતાનું નૃત્યાઅવની ગ્રુપ છે.મને વેસ્ટર્ન ડાન્સ ગમે છે પરંતુ ઇન્ડિયન કલ્ચરના બધા જ ક્લાસિકલ ડાન્સ ફોર્મ મને વધુ પ્રિય છે.

ઈલા અરૂણ અને સંજય લીલા ભણશાલી સાથે કામ કરનાર અવની શાહની ખ્યાતિ ફક્ત મુંબઈ કે ગુજરાત જ નહીં પણ દેશ-વિદેશમાં ફેલાયેલી છે. વિદેશમાં રહેતા ભારતીયોને આપણી સંસ્કૃતિથી અવગત કરવા અમેરિકા, લંડન, કેનેડા, ભૂતાન, પેરિસ,રશિયા વગેરે જગ્યાએ શો અને વર્કશોપ કર્યા છે. તેમના કોઈપણ કાર્યક્રમમાં ચાર પાંચ ગરબા તો હોય જ છે અને કાર્યક્રમની શરૂૂઆત માતાની પ્રાર્થનાથી થાય છે.

આજે 63 વર્ષની ઉંમરે પણ સ્ફૂર્તિથી ડાન્સ કરતા અવનીબેન પોતાની સફળતાનું શ્રેય માતા સ્વ.રશ્મિબેન શાહ, પિતા સ્વ.ભાનુભાઈ શાહ, ભાઈ પરાગ શાહ,ભાભી ભાવના શાહ અને તેમને અતિ પ્રિય બેટુ તરીકે બોલાવતા તેમના ભાઈના દીકરા-દીકરી ધ્વનિ, નેત્રમ, સાગરને આપે છે અને ખાસ આભાર ફૈબા પદ્માબેનનો માને છે કે જેઓ તેમને આંગળી પકડી ડાન્સ ક્લાસ સુધી લઈ ગયા હતા.આ ઉપરાંત વર્ણમ સંસ્થાના નવીનભાઈ શાહે પ્રથમ વખત પ્લેટફોર્મ આપ્યું તે બદલ પણ તેમનો આભાર માને છે.

તેઓ જણાવે છે કે ભગવાને મને માગ્યા વિના બધું જ આપ્યું છે. નૃત્ય જ મારો પહેલો અને આખરી પ્રેમ છે. નટરાજના સાનિધ્યે નૃત્યના સંગાથે સ્ટેજ પર અંતિમ શ્વાસ લેવાની ઈચ્છા છે. અવનીબેનને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.

ઇલા અરૂણ અદ્ભુત આર્ટિસ્ટ, સિંગર અને પર્ફોર્મર છે
ઇલા અરૂણ સાથે છેલ્લા 35 વર્ષથી જોડાયેલ અવનીબેન જણાવે છે કે તેમના મોટા ભાગના શો મેં મારી ટીમ સાથે પરર્ફોર્મ કર્યા છે તેમની સાથે વીડિયો આલ્બમ પણ કર્યા છે.

નવી પેઢી આગવી રીતે ઉજવે છે નવરાત્રી
નવરાત્રીની વાત આવતા જ તેમના અવાજમાં ઉત્સાહ આવી જાય છે તેઓ જણાવે છે કે નવી પેઢી નવી રીતે સંસ્કૃતિને જાળવી રાખે છે અત્યારે પ્રાચીન ગરબાના રી મિક્સ યુવાનોમાં પ્રિય બન્યા છે. નવી પેઢી માટે ફરિયાદ કરવાની કોઈ જરૂૂર નથી કારણ કે તેઓ રશિયન બેલે કરે છે, સ્પોર્ટ્સ કરે છે તો એટલા જ રસથી ગરબા પણ કરે છે પરંતુ અત્યારનો સમય હરીફાઈનો સમય છે શાળા-કોલેજમાં અભ્યાસનું ભારણ ખૂબ વધી જાય છે તેથી યુવાનો પોતાની આગવી રીતે નવરાત્રીની ઉજવણી કરે છે. દરરોજ જીન્સ અને વેસ્ટર્ન કપડાં પહેરતા યુવાનો નવરાત્રીમાં ટ્રેડિશનલ, ઇન્ડો વેસ્ટર્ન અને ફ્યુઝન કપડાં પણ પહેરે છે...

મને હંમેશા કંઈક હટ કે કરવું ગમે છે
40 વર્ષથી તેઓ માયાનગરી મુંબઈમાં નૃત્યની સાધના કરી રહ્યા છે ત્યારે તેઓને કંઇક હટ કે કરવું ગમે છે.
આ વખતની નવરાત્રીમાં પોતાના 65 કલાકારોની ટીમ સાથે NCPAમાં ગરવી ગુજરાત અને ચોક ઉત્સવનો વિશાળ અને અલગ પ્રકારનો શો કરવાના છે.
ઇલા અરૂણ સાથે છેલ્લા 35 વર્ષથી જોડાયેલા છે તેમની સાથે શો કર્યા છે.
તેઓને નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરમાં વર્કશોપ કરવા માટે ઇન્વાઇટ કર્યા હતા.
જાણીતા ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલીના ઘણાં પ્રોજેકટમાં તેઓનો મહત્વનો ફાળો છે.
તાજેતરમાં રાકેશભાઈના જન્મદિવસ પર ધરમપુર અને મુંબઈમાં 3 જેટલા ખૂબ વિશાળ શો કર્યા હતા.
નવા નવા અફલાતૂન કોસ્ચ્યુમ ડિઝાઇન કરે છે જેમાં ગરિમા જાળવવા સાથે નવીનતા ઉમેરે છે.
આ ઉપરાંત લાયન્સ ક્લબ,રોટરી ક્લબ,ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જેવી નામાંકિત સંસ્થામાં પણ શો કર્યા છે.

Written By: Bhavna Doshi

Tags :
dancinggujaratindiaindia newsrajkotrajkot newsUDAN
Advertisement
Next Article
Advertisement