રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આવતા જન્મમાં પથ્થર બનવા માગું છું, બી.ટેકની છાત્રાનો હોસ્ટેલમાં આપઘાત

04:42 PM Mar 27, 2024 IST | Bhumika
Advertisement

ગાંધીનગરના રાયસણમાં આવેલ PDPU ગર્લ્સ હોસ્ટેલના ટેરેસ પરથી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. તેણે બે દિવસ પહેલા વહેલી સવારે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસને તેના રુમમાંથી એક નોટ મળી આવી હતી. જેમાં તેણે માનસીક તણાવના કારણે આ પગલું ભરી રહી છે તેવો ઉલ્લેખ કર્યો હતો.

Advertisement

આ મામલે પોલીસે વિગતવાર તપાસ કરતા યુવતી પાસેથી એક ચોપડામાં લખેલી નોટ મળી આવી છે જેમાં તેણે લખ્યુ છે કે, આવતાં જન્મમાં પથ્થર બનવા માગું છું. તેમજ પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, યુવતીને કોલેજની કેન્ટીનનું જમવાનું માફક આવતું નહોતું, જેથી તે છેલ્લા ઘણા વખતથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતી હતી. જ્યારે આપઘાત કરતા પહેલા તેણે વહેલી સવારે તેની માતા સાથે છ મિનિટ વાતચીત કરી હોવાનું પણ ખુલ્યું છે. હાલમાં તો ઈન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઘનિષ્ઠ તપાસનો દોર શરૂૂ કર્યો છે.

ગાંધીનગરના રાયસણ સ્થિત પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટીમાં બીટેકનો અભ્યાસ કરતી પાયલ ભગવાનભાઈ ગુપ્તેએ ગઈકાલે ધુળેટીની વહેલી સવારે માનસિક તણાવમાં આવીને ટેરેસ પરથી પડતું મુકી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. જે મામલાની ગંભીરતા જાણીને ડીવાયએસપી ડી. ટી. ગોહિલ સહિત ઈન્ફોસિટી પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારે પોલીસ તપાસમાં પાયલ ભણતરનાં ટ્રેસમાં હોવાનું પણ સામે આવ્યું છે.

મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ છત્રપતિ શિવાજી નગર નીરજ ગાવેરી નગરી, રો હાઉસમાં રહેતી પાયલ પોણા બે વર્ષથી ગાંધીનગરની PDEU  કોલેજમાં બીટેકનો અભ્યાસ કરતી હતી. ગર્લ્સ હોસ્ટેલના રૂૂમ નંબર - ઇં/101 માં અન્ય વિધાર્થીઓ સાથે રહેતી પાયલ હોળી-ધુળેટીના તહેવારોમાં ઘરે ગઈ ન હતી.

જ્યારે હોસ્ટેલની મોટાભાગની વિધાર્થીઓ તહેવાર કરવા ઘરે જતી રહી હતી. હોળીની રાત્રે પાયલે પિતાને ફોન કરીને રૂૂમમાં એકલી હોવાના કારણે ફાવતું નહીં હોવાની વાતચીત કરી હતી. બાદમાં વહેલી સવારે ફરીવાર ઘરે ફોન કર્યો હતો. એ વખતે તેની માતા સાથે આશરે છ મિનિટ સુધી વાતચીત કરી ટ્રેસ હોવાનું જણાવ્યું હતું. બાદમાં પાયલે હોસ્ટેલની ટેરેસ પરથી મોતની છલાંગ લગાવી લીધી હતી.
હોસ્ટેલ વોર્ડન સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકો પાયલને SMVS હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પાયલને મૃત જાહેર કરી હતી. બીજી તરફ પોલીસે તપાસ કરતાં વહેલી પરોઢિયે ચાર વાગ્યાના અરસામાં પાયલ હોસ્ટેલ પરિસરમાં આંટાફેરા કરતી જોવા મળી હતી. જેનાં રૂૂમની તલાશી લેતાં એક ચોપડામાં લખેલી નોટ પોલીસને મળી આવી છે. જેમાં પાયલ અંગ્રેજીમાં ઉલ્લેખ કર્યો છે કે, HOPE...HAPPY NEW YEAR.. “NO SUGA.NO LIFE. I want to be rock in Next life. Futures gonna be okay. સહિત આવતાં જન્મમાં પથ્થર બનવા માંગતી હોવાના પણ લખાણ લખી ડ્રોઇંગ પણ કરેલા છે.

Tags :
GANDHINAGARGANDHINAGAR NEWSgujaratgujarat newssuicide
Advertisement
Next Article
Advertisement