For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વ્યાજખોરના ત્રાસથી મારે આપઘાત કરવો પડે કાં રાજકોટ છોડવું પડે, આનંદ સ્નેકસના મહિલાનો CPને પત્ર

05:20 PM Feb 29, 2024 IST | Bhumika
વ્યાજખોરના ત્રાસથી મારે આપઘાત કરવો પડે કાં રાજકોટ છોડવું પડે  આનંદ સ્નેકસના મહિલાનો cpને પત્ર

ડો.યાજ્ઞિક રોડ પર આવેલા આનંદ સ્નેક્સને તાળા લાગી જતાં અને તેના માલિકોના મોબાઈલ સ્વીચ ઓફ થઈ જતાં તરેહ-તરેહની ચર્ચાઓ વચ્ચે હવે તેના માલિક રેખાબેન કોટકે પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો છે.જેમાં વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈ જતાં શહેર મૂકી દીધાની રજૂઆત કરી હતી.રેખાબેને પોલીસ કમિશનરને રજુઆત કરતા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે,હું છેલ્લા 14 વર્ષથી મારી હોટલ આનંદ સ્નેક્સ મારા પતિના અવસાન બાદ હું ચલાવું છું.કોરોના પછી મારે બજારમાંથી ઉછીના નાણાં વ્યાજે લેવા પડ્યા હતા.વ્યાજ સમયસર આપતી હતી.મને મહિનાના વ્યાજને બદલે ડેઇલી વ્યાજનું કહી પુષ્પરાજભાઇએ ખુબ જ ઉંચુ વ્યાજ લીધુ હતું અને પાંચ લાખના અમે 40 લાખ ચુકવ્યા હતા.તેમાં મારે વૈશાલીનગરનું મારુ આખુ મકાન વેંચવુ પડયુ હતું. તેમાંથી બહાર નિકળુ ત્યાં મૂકેશભાઈ સિંધવે બધું જ બરબાદ કરી નાંખ્યુ.મૂકેશ સિંધવે મારી પાસે એક લાખનું રોજનું પ હજાર વ્યાજ લીધુ હતું.સવારે 11 વાગ્યે નાણાં ન આપું તો ઘરે ગુંડા બેસાડતો હતો.જે પંદર હજાર ચુકવણી તેની રસીદ સાથે મુકુ છું. પુષ્પરાજે વૈશાલીનગરનું મકાન પણ પચાવી પાડ્યું છે.

Advertisement

મારી પાસે બળજબરીથી ચેક લખાવીને ચેકમાં સાઈન કરી અને ચેક બેંકમાં નખાવીને મને રોજ કહે છે કે તને અને તારા દિકરાને જેલમાં નાખીશ.આ સાથે હું સ્ટેટમેન્ટ તમને મોકલીશ.તમને ખબર પડી જાશે.મારુ બધુ સોનું, મકાન, દુકાન, વ્યાજવાળા લઇ ગયા હતા.પુષ્પરાજ અને મૂકેશ સાથે સમાધાન થયું ત્યાં 24 કલાકમાં જ બધા જ ચેક બેન્કમાં નાખ્યા અને મારા ઉપર કેસ કર્યો હતો.બાદમાં સમાધાન માટે રોજ પંદર હજાર આપવાના એવું નક્કી કર્યું બાદમાં એક તારીખથી 2પ હજાર નક્કી કર્યા હતા.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને સંબોધીને જણાવ્યું કે, આઠ દિવસ પહેલાં જયદિપભાઇ ટાંક તેમની પાસે મેં દોઢ લાખ લીધા હતાં.મને બે મહિનાની વાત થઇ પણ હું પહોંચી ન શકી તો તેમણે એક દિવસનું વ્યાજ પાંચ હજાર કર્યુ હતું અને રર તારીખે રાત્રે ચાર શખ્સોને લઈને આવ્યો હતો. તેમજ કહ્યું કે તારા દિકરાને ઉપાડી જાવ છું. જોકે બાદમાં તેઓ જતા રહ્યા હતા.મારે રાજકોટ મૂકવું પડે અને કા તો આપઘાત કરવો પડે એટલી ત્રાસી ગઈ છું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement