રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મેં લોકસભાની ટિકિટ માગી જ નથી અને હું ચૂંટણી લડવાનો પણ નથી: રૂપાણી

04:17 PM Mar 08, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય વિજયભાઈ રૂપાણીએ રાજકોટ લોકસભાની ટીકીટ માંગી હોવાની અને લોકસભાની ચૂંટણી લડનાર હોવાની અઠવાડિયા પહેલા શરૂ થયેલી ચર્ચાનું ખંડન કરતા વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, મે લોકસભાની ટીકીટ માંગી જ નથી અને હું લોકસભાની ચૂંટણી લડવાનો પણ નથી.

Advertisement

આજે મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મહાદેવના દર્શને આવેલા વિજયભાઈ રૂપાણીને મીડિયાએ લોકસભાની ચૂંટણી લડવા અંગે કરેલા પ્રશ્ર્નોના જવાબમાં તેમણે સ્પષ્ટતા કરી હતી ઉલ્લેખનીય છે કે, ભાજપની રાષ્ટ્રીય ચુંટણી સમિતિની બેઠક સમયે વિજયભાઈ રૂપાણીને અચાનક દિલ્હી બોલાવવામાં આવતા તેઓ રાજકોટથી લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળો શરૂ થઈ હતી જો કે, ભાજપની પ્રથમ યાદીમાં જ રાજકોટની બેઠક ઉપર કેન્દ્રીયમંત્રી રૂપાલાને ટીકીટ આપી દેવામાં આવી હતી.

મહાશિવરાત્રિને લઇને સોમનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ લાંબી લાઇનો લાગી છે. તો ભક્તોએ મહાદેવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. આજે પૂર્વ સીએમ વિજય રૂૂપાણી સોમનાથ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. અહીં તેમણે લોકસભાની ચૂંણટીને લઇને પ્રતિક્રિયા આપી હતી. તેમણે લોકસભા ચૂંટણીમાં ભાજપના જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એનડીએની 400 બેઠકો પર જીત મળશે. વધુમાં જણાવતા તેમણે જણાવ્યું કે, 400 બેઠકો પર જીત મેળવવાનો પીએમ મોદીનો સંકલ્પ છે. મેં ટિકિટ માંગી પણ નથી અને લડીશ પણ નહિ. હું અન્ય રાજ્ય ની જવાબદારી સંભાળું છું. આ સિવાય તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસ ડૂબતી નાવ છે, લોકોનો ભાજપ પ્રત્યે પ્રેમ વધી રહ્યો છે. ત્યારે પૂર્વ સીએમ રૂૂપાણી સોમનાથ મંદિરે દર્શને પહોંચ્યા હતા.

Tags :
gujaratgujarat newsLok Sabha elctionvijay rupani
Advertisement
Next Article
Advertisement