ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટની ધરતી અને કાર્યકર્તાઓને વંદન કરવા આવ્યો છું: પરસોતમ રૂપાલા

03:37 PM Mar 05, 2024 IST | admin
Advertisement

રાજકોટ લોકસભાના ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમવાર રાજકોટની મુલાકાતે આવેલા પુરુષોતમ રૂપાલાએ આ મુલાકાતને અનઔપચારિક જણાવી કહ્યું હતું કે, હું રાજકોટની ધરતીને અને કાર્યકર્તાઓને વંદન કરવા આવ્યો છું.
ટુંકા સમયમાં પણ ભવ્ય આયોજન કરવા બદલ રાજકોટ જિલ્લા અને શહેરની ટીમને બિરદાતા શ્રી રૂપાલાએ રાજકોટવાસીઓને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિક્સિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ઉમેદવારના સ્વરૂપે હું આપની સમક્ષ આવ્યો છું ત્યારે આ સ્વપ્નને સાકાર કરવા મતરૂપી અંજલી આપવા આહવાન કર્યુ હતું.

Advertisement

આજના દિવસે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અજૂનભાઈ મોઢવાડિયા, અમરીષભાઈ ડેરના ભાજપમાં પ્રવેશ અંગે તેઓએ જણાવ્યું કે બાજપને હવે લોકો રાષ્ટ્રનો વિકાસ કરતી ટીમ સ્વરૂપે જૂે છે અને આ કામગીરીમાં સામેલ થવા પાર્ટીમાં જોડાય રહ્યા છે. પુરુષોતમ રૂપાલાએ રાજકોટ સાથેના સ્મરર્ણો વાગોળતા કહ્યું કે, હું તમારો પાડોશી છું. રાજકોટ મારી સતત આવન જાવન રહી છે. કાર્યકર્તા તરીકે વિવિધ કામગીરી પણ સંભાળી છે. આ બેઠક ઉપર ભાજપ માટે કોઈ પડકાર નથી તેઓ આત્મવિશ્ર્વાસ પણ વ્યક્ત કર્યો હતો અંતમાં તેઓએ જીલ્લા-શહેર ભાજપની ટીમને શાનદાર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

Tags :
gujaratgujarat newsParasotam Rupalarajkotrajkot news
Advertisement
Next Article
Advertisement