For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હું સારો પુત્ર, ભાઈ અને મિત્ર ન બની શક્યો : સુરેન્દ્રનગરના યુવાને વીડિયો બનાવી ડેમમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું

01:44 PM Feb 20, 2025 IST | Bhumika
હું સારો પુત્ર  ભાઈ અને મિત્ર ન બની શક્યો    સુરેન્દ્રનગરના યુવાને વીડિયો બનાવી ડેમમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું

સુરેન્દ્રનગરના યુવાને બુધવારે ધોળીધજા ડેમમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેમાં ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા પરિવારજનોને સોંપવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સુરેન્દ્રનગર શહેર આસપાસમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી અવાર નવાર લોકોના મૃતદેહ મળી આવવાના બનવો બનતા હોય છે.હું સારો સન નથી બની શક્યો સારો બ્રધર પણ નથી બની શક્યો સારો મિત્ર પણ નથી બની શક્યો. આટલા વર્ષો જોબ ન કરી અને તમને બહુ હેરાન કર્યા આવું નહોતું કરવું જોઇતું. હું થાકી ગયો છું અંદરથી બહુ તકલીફમાં છું મને માફ કરી દેજો પ્લીઝ ગિરિશભાઇ, રાહુલભાઇ, બનેવી, મમ્મી, બેન મમ્મીને સાચવજે પ્લીઝ. ગિરિશભાઇ રાહુલભાઇ મમ્મીને સાચવજો પ્લીઝ.

Advertisement

હું મરી જવું પછી મારી છેલ્લી વીશ છે કે કે મારા વિશે પોલીસમાં કાંઇ બહાર ન આવે કે કોઇને જાણ ન કરશો મને માફ કરીદે જો પ્લીઝ મને માફ કરી દેજો પ્લીઝ માફ કરી દેજો.મનોવિજ્ઞાનના પ્રોફેસર ડો.મનીષ વ્યાસે જણાવ્યું કે, કોઇ પણ વ્યક્તિ આત્મહત્યા કરતા પહેલા જુદી જુદી રીતે વાણી વર્તનમાં મળતી હોય છે. દાખલા તરીકે સુનમુન બેસી રહેવું, નેગેટિવ વાતો કરતા હોય છે. આવા વ્યક્તિ સાથે પોઝિટિવ વાત કરવી જોઇએ અને જો કોઇને મરી જવાના કે આત્મહત્યાના વિચાર આવે તો એકલા ન રહેવું જોઇએ. પરિવારજનો, હિતેચ્છુઓ, મિત્રો સાથે મુશ્કેલીની વાત કરવી જોઇએ. નબળા વિચાર આવે તો સૌ પ્રથમ માતાપિતાને વાત કરવી જોઇએ. કેમ કે તેમનાથી શ્રૈષ્ઠ માર્ગદર્શન બીજું કોઇ આપી ન શકે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement