મારાથી દબાણ સહન થતું નથી, બંગાળમાં સ્યુસાઇડ નોટ લખી BLOની આત્મહત્યા
દેશમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR)ની કામગીરી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. કોડીનારમાં શિક્ષકની આત્મહત્યા અને વડોદરામાં ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન એક સહાયક BLO મહિલાનું ફરજ પર કરૂૂણ મોતની ઘટના હજું તો તાજી જ છે ત્યાં હવે વધુ એક BLO એ સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી છે. પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક બૂથ લેવલ ઓફિસર (BLO )એ આત્મહત્યા કરી લીધી છે. મૃતકની ઓળખ રિંકુ તરફદાર તરીકે થઈ છે, જે કૃષ્ણનગરના શાસ્તીતલા વિસ્તારની રહેવાસી હતી. તેઓ છાપરા પોલીસ સ્ટેશન વિસ્તારના બંગાલઝી વિસ્તારમાં બૂથ નંબર 202 પર BLO તરીકે તહેનાત હતા.
પરિવારે જણાવ્યું કે, રિંકુ તરફદારે આત્મહત્યા પહેલાં એક સ્યુસાઈડ નોટ છોડી છે, જેમાં તેણે કથિત રીતે પોતાના મૃત્યુ માટે ચૂંટણી પંચ અને વહીવટી દબાણને જવાબદાર ઠેરવ્યું છે. પરિવારે દાવો કર્યો છે કે વ્યવસાયે ઙફફિ-ઝયફભવયિ હતી, તેમ છતાં રિંકુને કોઈપણ છૂટછાટ આપવામાં ન આવી અને BLO નો ભારે કાર્યભાર તેના પર લાદી દેવામાં આવ્યો.
સ્યુસાઈડ નોટમાં કથિત રીત લખ્યું છે કે, મેં મારું 90% કામ પૂર્ણ કરી લીધું હતું પરંતુ ઓનલાઈન પ્રક્રિયા પૂરી ન કરી શકવાના કારણે હું ભારે તણાવમાં હતી. પરિવારનો આરોપ છે કે રિંકુ ઓનલાઈન કામમાં બહુ પારંગત નહોતી.
નોટમાં રિંકુએ લખ્યું કે, મારાથી વધારે પડતું દબાણ સહન નથી થતું. મને સ્ટ્રોક નથી જોઈતો. પરિવારના જણાવ્યા પ્રમાણે તે રાત્રે 11 વાગ્યા સુધી સામાન્ય હતી, પરંતુ સવારે તે કામ કરી રહી હતી અને કદાચ દબાણને કારણે તે તૂટી ગઈ.