હું દુનિયાનો સૌથી ધનવાન, માતૃશક્તિના આશીર્વાદ મળ્યા: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસમાં આજે નવસારીમા વિશ્વ મહિલા દિવસ પર પીએમ મોદી નવસારીમાં લખપતિ દીદીના કાર્યક્રમમાં 2.5 લાખથી વધુ બહેનોને સહાયની ભેટ આપી. પીએમ મોદીએ લખપતિ દીદીના કાર્યક્રમ દરમિયાન સંબોધનના આરંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીમંત્રી સી.આર.પાટીલ મંચ ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા તેમજ લખપતિદીદી અને મોટી સંખ્યામાં આવેલ મારી માતા, બહેનો અને દીકરીઓને મહિલાઓ દિવસની શુભકામના આપી પ્રણામ કર્યા.
વડાપ્રધાને જણાવેલ કે , થોડા દિવસ પહેલા મહાકુંભમાં મા ગંગાના આર્શીવાદ મળ્યા.આજે માતૃશક્તિના મહાકુંભમાં માતાના આર્શીવાદ મળ્યા. અને આજે માતૃશક્તિના આ મહાકુંભમાં તમામ માતાઓ અને બહેનોના આર્શીવાદ મળ્યા. આજે વિશ્વ મહિલા દિવસ અને ગુજરાત મારી માતૃભૂમિ અને આટલી મોટી સંખ્યામાં બહેનો હાજરી થઈ છે તે તમામને હું શીશ નમાવી નમન કરું છું.
દેશની તમામ માતાઓ અને બહેનોને મહિલા દિવસની શુભકામના આપું છું. આજે ગુજરાત સફળ અને ગુજરાત મૈત્રી એ બે યોજનાનો શુભારંભ થયો છે. અનેક યોજાનાઓ રૂૂપિયા મહિલાઓના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આના માટે હું તમામને શુભેચ્છા આપું છુ.આજનો દિવસ મહિલાઓને સમર્પિત છે. આજનો દિવસ આપણા માટે મહિલાઓ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરવાનો દિવસ છે. આજના પવિત્ર દિવસ પર હું તમામનો આભાર પ્રગટ કરું છુ.
આજે હુ ગર્વથી કહી શકું છું કે હું દુનિયાનો ધનવાન વ્યક્તિ છું. હું જાણું છું કે અનેક લોકોના કાન ઊભા થઈ જશે પરંતુ હું તો પણ ફરી કહીશ કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું. મારા જીવનના એકાઉન્ટમાં તમામ માતાઓ અને બહેનોના આર્શીવાદ છે અન આ આર્શીવાદ નિરંતર વધતા રહે છે અને એટલે જ હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું. તેમનો પ્રેમ અને આર્શીવાદ મારા માટે સુરક્ષા કવચ છે. આપણે ત્યાં નારીને નારાયણી કહેવાય છે. નારીનું સન્માન એ જ દેશ અને વિકાસની પ્રથમ પગથિયું હોય છે. વિકસિત ભારત બનાવવા અને ભારતના તેજ વિકાસ માટે વુમન ડેવલપેન્ટ તરફ આગળ વધી રહ્યું છે.
ગુજરાતના અમૂલની દેશભરમાં ચર્ચા છે. તેમજ લિજ્જત પાપડની શરૂૂઆત ગુજરાતથી થઈ. અને ગુજરાતમાં ભૂજમાં ભૂકંપ બાદ બેઠું થઈ લોકોને આત્મનિર્ભર થવાની ઓળખ ઉભી કરી.નીતિ જ્યારે સાચી હોય ત્યારે નારીનું સામર્થ્ય કેવી રીતે વધી છે તે ગુજરાતે બતાવ્યું છે. ડેરી સાથે જોડાયેલ મહિલાઓના ખાતામાં સીધા પૈસા જાય છે. ડેરીમાં કામ કરતી મહિલાઓના પૈસા ભાઈઓને નહીં પણ બહેનનોને જ મળશે.
બાળકને શાળામાં દાખલ કરે ત્યારે પહેલા પિતાનું નામ જ હતું પરંતુ 2014 પછી શાળામાં માતાનું નામ પણ લખાય છે. 2014 બાદ જલ, જીવન મિશન દ્વારા ભારતના પ્રત્યેક ગામડામાં પાણી પંહોચ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં 15 કરોડો જેટલા ઘરોને પાઈપથી પાણી મળ્યું છે. ગુજરાતનું પાણી સમિતિ મોડલ દેશે પણ અપનાવ્યું છે. પાણી સમિતિ મોડલ દેશના પાણીની સમસ્યાનું સમાધાન કરે છે. બુંદ બુંદ પાણીનો પકડો એટલે કે જ્યાં વરસાદનું પાણી પડે તેને વ્યર્થ ના જવા દેવો. પાણીનો યોગ્ય સંગ્રહ કરવો જોઈએ જેથી આગામી સમયમાં પાણીને લઈને વધતી મુશ્કેલીની સંભાવના જોતા પાણીનો સંગ્રહ કરવાની અપીલ કરી.
ગાંધીજી કહે છે કે દેશના આત્મા ભારતના ગામડામાં વસે છે અને તેમના આ ઉક્તિમાં હું વધુ એક જોડું છું કે ભારતનો આત્મા ગ્રામીણ મહિલાઓના હાથમાં છે.આજે ભારત વિશ્વની પાંચમી મહાશક્તિ બની છે તેમાં ગ્રામીણ મહિલાઓની ભૂમિકા વધુ મહ્તવની છે. દેશને મોટાભાગની મહિલાઓ સ્વસહાય જૂથ ચલાવી રહી છે.
તમારા સપનાના રસ્તામાં કોઈ અડચણ નહીં આવે
વડાપ્રધાને જણાવેલ કે સરકારના મુખ્યા રુપે તમારા સેવર તરીકે તમને વિશ્વાસ અપાવું છું કે તમારા સપનાના રસ્તામાં કોઈ અડચણ નહીં આવે. એક પુત્ર જે રીતે માતાની સેવા કરે તે જ ભાવથી હું ભારત માતા અને તમારી સેવા કરું છું. મને વિશ્વાસ છે કે તમારા આર્શીવાદ મને હંમેશા મળશે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પોતાનું સંબોધન પૂર્ણ કરતા સમારોહમાં હાજર તમામ માતા અને દીકરીઓને ફરી એકવાર વિશ્વ મહિલા દિવસની શુભકામના આપી. અને અંતમાં તેમણે કહ્યું કે આજે નારીનો અવાજ બહુ ઊંચો હોવા જોઈએ. અને દરેક મહિલાઓ મારી સાથે બોલો ભારત માતા કી જય , ભારત માતા કી જય અને વંદેમાતરમ કહી બહેનોને પ્રેરણા આપવા સાથે પોતાનું સંબોધન પૂર્ણ કર્યું.