હું કાલે ધોરડો જઇ રહ્યો છું, તમે પણ આવશો ને? મુખ્યમંત્રીનું ટ્વિટ
કુદરતના સાનિધ્યને માણવાના અવસર સમાન કચ્છ રણોત્સવ 20 ફેબ્રુઆરી સુધી ચાલશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડોની આવતી કાલે મુલાકાતે જશે. ત્યારે ગુજરાતનાં ઈખ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી લોકોને આ વિષે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે આખી દુનિયા જેની રાહ જોવે છે એ રણોત્સવ આવી ચૂક્યો છે. હું તો આવતીકાલે ધોરડો જઈ રહ્યો છું. તમે પણ આવશો નેથ? ક્ષિતિજે દૂર દૂર સુધી નજર કરીએ ત્યાં સુધી અફાટ સફેદ રણ..
ધોરડોની ધરતીમાં અજબ ખુમાર છે.. તેની હવામાં જાણે અલખનો પોકાર છે. રણોત્સવમાં કચ્છી ભૂંગામાં રહેવાનો અનુભવ પણ છે, અને ભાતીગળ કલાનો ખજાનો પણ.. અહીં પરંપરાગત ભોજનનો રસથાળ પણ છે.. અને એડવેન્ચર એક્ટિવિટીઝની થ્રિલ પણ છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈટ એન્ડ સાઉન્ડ શો, કિડ્સ પ્લે એરિયા જેવા આકર્ષણો પણ છે. અને, સાથે-સાથે, ધોળાવીરા, રોડ થ્રુ હેવન, લખપત, માતાનો મઢ, નારાયણ સરોવર, કાળો ડુંગર, સ્મૃતિવન, માંડવી આ બધા સ્થળો કચ્છની ટ્રિપને યાદગાર બનાવી દે તેવા છે. રણોત્સવ આગામી 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. મુલાકાત લેવાનું ચૂકશો નહિ.