For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

"હું સાધુ છું તો શું મેં આ કપડા પહેર્યા છે તે…" વિશ્વેશ્વરી માતા મીડિયા સમક્ષ થયાં ભાવુક, જુઓ વિડીયો

02:56 PM Sep 04, 2024 IST | Bhumika
 હું સાધુ છું તો શું મેં આ કપડા પહેર્યા છે તે…  વિશ્વેશ્વરી માતા મીડિયા સમક્ષ થયાં ભાવુક  જુઓ વિડીયો
Advertisement

ભારતી આશ્રમ વિવાદને લઈને એક નવો વળાંક આવ્યો છે. વિશ્વેશ્વરી ભારતી પર લાગેલા આક્ષેપ પર મોટો ખુલાસો થયો છે. ભારતી આશ્રમ રૂમમાં બાળકી મળી આવી હતી. આ બાળકી વિશ્વેશ્વરીના ભાઈની દીકરી હોવાનું સામે આવ્યું છે. વિશ્વેશ્વરી ભારતીએ કહ્યું હતું કે મારા પર જે આક્ષેપ થયાં તેને લઈને મને ખૂબ જ દુઃખ થયું હતું. વિશ્વેશ્વરી માતાએ મીડિયા સમક્ષ હૈયાફાટ રૂદન કર્યુ હતું.

વિશ્વેશ્વરી માતાએ જણાવ્યું હતું કે સીતાજી સાથે પણ લાવ કુશ રહેતા હતાં તો આ અશ્રમમાં બાળકો તો હોવા જ જોઇને. મેં સન્યાસ લીધા પછી કોઈ ખોટું કામ કર્યું નથી. કોઈ દીકરી સાધ્વી બને પછી તેની સાથે આવું થાય તે યોગ્ય નથી.

Advertisement

હવે સરખેજ ભારતી આશ્રમ વિવાદ અંગે ઋષિ ભારતીએ ખુલાસો કર્યો અને પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. ઋષિ ભારતીએ કહ્યું કે 2008થી 2021 સુધી મેં ભારતી બાપુની સેવા કરી છે. જે વિવાદ છે તે જમીનનો નથી, અસ્તિત્વનો છે. આ મારા વ્યક્તિગત જીવનનો વિવાદ છે. જે આરોપ લગાવ્યા તેના જવાબ આપતો રહ્યો છું. આજે બધા સમાજના સેવકો આવ્યા છે, અમે બોલાવ્યા નથી જાતે આવ્યા છે, આક્ષેપની સ્પષ્ટતા કરવા આ બેઠક છે.

ઋષિ ભારતીએ વધુમાં કહ્યું કે જે રૂમ બતાવ્યો તે માતાજીનો રૂમ હતો. માતાજીના રૂમને મારો કેવી રીતે બતાવી શકે. સાથે જ વિશ્વેશ્વરી ભારતી માતાજીના રૂમ અંગે તેઓએ કહ્યું કે રૂમનો પ્રશ્ન આવ્યો તે માતાજીએ ખુલાસો કર્યો. સ્ત્રી કે પુરુષ હોય બંનેની ગરીમા હોય. આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવા તે યોગ્ય નથી. બાપ થઈ દીકરીને અપમાનિત કરો તે યોગ્ય નથી. લોકો સાથે એક આત્માનો સબંધ છે. ઋષિ ભારતી બાપુએ નિવેદન આપતાં કહ્યું કે પોલીસની હાજરીમાં કઈ રીતે આવે તે પ્રશ્ન છે. મારા ભક્તોની ભાવના હશે તેની સાથે છું. મારા સેવકો જે નિર્ણય લેશે તે આખરી રહેશે. મેં આશ્રમ છોડ્યો ન હતો, હું બહાર હતો. હું સીએમને મળવા અને અન્ય કાર્યક્રમમાં હતો. પછી જો જાઉં તો સંઘર્ષ થાય, જે સંઘર્ષ ઇચ્છતો નથી એટલે ન ગયો.

Advertisement
Tags :
Advertisement
Advertisement