બીજી પત્નીએ પહેલી પત્ની પાસે જવાની ના પાડતા પતિએ એસીડ ગટગટાવી લીધું
શહેરના સામાકાઠે પેડક રોડ પર રહેતા યુવાનને તેની બીજી પત્નીએ પહેલી પત્ની પાસે જવાની ના પાડતા તેણે પંચનાથ રોડ પાસે એસીડપી આપઘાતનો પ્રયાસ કરી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ પેડક રોડ પર આવેલા આવાસ યોજનના કવાર્ટરમાં રહેતા ગોપાલ રવજીભાઇ વાધેલા (ઉ.વ.35)નામના યુવાને આજે સવારે પંચનાથ રોડ પર એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગે સિવિલ ચોકી ના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ નીવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવાન છુટક સફાઇ કામ કરે છે. તેને પહેલી પત્ની હોવા ઉપરાંત અનીતા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. અનીતા પહેલી પત્ની પાસે જવાની ના પાડી ઝઘડો કરતી હોય અને ત્રણ મહિનાથી મુંબઇ ચાલી ગઇ હોય પુત્રનું મોઢુુ પણ જોવા દેતી ન હોવાથી લાગી આવતા તેણે આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.