પત્નીના આપઘાત બાદ ખોટા કેસમાં ફિટ કર્યાના આરોપ સાથે પતિએ વખ ઘોળ્યું
મવડીની ઘટના: યુવાન સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધાયો’ તો
મવડી વિસ્તારમાં રહેતી પરણીતાએ એક માસ પુર્વે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું. પત્નીનને મરવા મજબુર કર્યાની પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ખોટી રીતે ફીટ કર્યો હોવાના આક્ષેપ સાથે યુવાને ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મવડી વિસ્તારમાં રહેતા કેતન નિતિનભાઈ સાગઠિયા ઉ.વ.32 રાત્રીના 11 વાગ્યાના અરસામાં મવડીમાં આવેલા બાપાસીતારામ ચોકમાં હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં રાત્રીના બારેક વાગ્યાના અરસામાં પહેલામાળેથી પડી જતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં કેતન સાગઠિયાની પત્ની કોમલબેન સાગઠિયાએ 17 માર્ચના રોજ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. કોમલબેનના પિતા દિરજલાલએ પુત્રીને મરવા મજબુર કર્યાની કેતનસાગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ખોટી રીતે સંડોવી દીધો હોવાના આક્ષેપ સાથે કેતને ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરીવધુ તપાસ હાથ ધરી છે.