For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેસરના જૂનાપાદર ગામે લગ્નના 10મા દિવસે જ પત્નીના હાથે પતિની હત્યા

06:23 PM Feb 05, 2024 IST | Bhumika
જેસરના જૂનાપાદર ગામે લગ્નના 10મા દિવસે જ પત્નીના હાથે પતિની હત્યા

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદરગામની સીમમાં 11 દિવસ પહેલાં જ પરણીને આવેલી પરણીતાએ આવેશમાં આવી પતિના માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર પત્નીની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર જેસર તાલુકાના જૂનાપાદરગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કરતા ખેડૂત વજુભા જોરૂૂભા ગોહિલના તાજેતરમાં તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ગવાણ ગામની યુવતી દિપીકા વનસિંગ વસાવા સાથે વિવાહ નક્કી કર્યાં હતાં અને ગત તા.25,1,2024 ના રોજ ગવાણ ગામે વજુભાના ફૂલહાર કરી દિપીકા સાથે લગ્ન કર્યા હતા અને આ યુવતીને લઈ પરિવાર જૂનાપાદર ગામે આવ્યો હતો. દરમિયાન ઘરકામને લઈને નવદંપતી વચ્ચે દરરોજ ચકમક થતી હોય દરમ્યાન ગતરોજ રાત્રીના સમયે વજુભાએ પત્ની દિપીકાને ઘરકામ બાબતે ઠપકો આપતા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલી દિપીકાએ પતિ વજુને માથામાં કોઈ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી દેતા વજુભા ખાટલામાં જ લોહીલુહાણ હાલતે ઢળી પડ્યો હતો અને દિપીકા ફરાર થઈ ગઈ હતી.

આ ઘટના અંગે પડોશીએ મૃતકના પિતરાઈ ભાઈને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને વજુભાને તત્કાળ સારવાર અર્થે જેસર પીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના પિતરાઈ ભાઈએ દિપીકા વિરુદ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement