રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શક્તિનગરમાં પત્નીને પ્રેમ પ્રકરણની જાણ થતાં પતિએ કર્યુ વિષપાન

03:57 PM Jan 01, 2025 IST | Bhumika
Advertisement

શહેરમાં વાવડી વિસ્તારમાં આવેલા શક્તિનગરમાં રહેતા યુવકના પ્રેમ પ્રકરણની પત્નીને જાણ થઈ જતા યુવાને ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાવડી વિસ્તારમાં આવેલા શક્તિનગરમાં રહેતા હિતેશ કિશોરભાઈ ગોહિલ નામનો 29 વર્ષનો યુવાન રાત્રીના બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે ઝેરી દવા પી લીધી હતી.

Advertisement

યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં હિતેશ ગોહિલે છ વર્ષ પહેલા શીતલબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

હાલ છેલ્લા છ સાત માસથી મુંબઈ ખાતે રહેતી પૂર્વીબેન નામની પરણીતા સાથે હિતેશ ગોહિલને આડા સંબંધ છે જે અંગે અગાઉ શીતલબેનને પતિ હિતેશ ગોહિલને ઠપકો આપ્યો હતો અને બાદમાં ફરી હિતેશ ગોહિલ ગઈકાલે ફોનમાં વાત કરતા શીતલબેનના હાથે ઝડપાઇ જતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગૌરીદડમાં રહેતા દિલીપ કનુભાઈ પરમાર નામના 18 વર્ષના યુવાને માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. જ્યારે માલધારી ફાટક પાસે એટલાસ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતી પ્રભાવતીબેન ઉપેન્દ્રભાઈ મહંતો નામની 21 વર્ષની બિહારી પરિણીતાએ મગજ ભમતા પોતાની જાતે ડીઝલ છાંટી કાંડી ચાપી લીધી હતી.

ગંભીર રીતે દાજી ગયેલી પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement