પુત્રીની સગાઇ તોડાવી નાખવા સાસુની ચડામણીથી પતિએ પત્નીને માર માર્યો
શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિએ લાદી વડે મારમારતા તેણીને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પુત્રીની સગાઇ તોડાવી નાખ્વા સાસુ પતિની ચડામણી કરતા હોય જેથી પતિએ ઝઘડો કરી મારમાર્યો હોવાનો જાણવા મળ્યું છે. જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં આવેલમ મચ્છોનગરમાં રહેતી પાર્વતીબેન બાબુભાઇ વઢીયારા (ઉ.વ.35)નામની મહિલા આજે સવારે રૈયાધારમાં જોગણીમાતાના મઢ પાસે હતી.
ત્યારે તેના પતિ બાબુએ ઝઘડો કરી લાદી વડે માથાના ભાગે તથા શરીરે મારમારતા તેણી બેભાન થઇ ગઇ હતી. જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પાર્વતીબેનની દિકરી તેજલની સગાઇ કરી હોય જે સગાઇ તોડાવી નાખવા સાસુ મીનાબેન પાર્વતીબેનના પતિ બાબુને દારૂ પીવડાવી તારી દિકરીની સગાઇ તોડી નાખ તેવી ઉશ્કેરણી કરતા હોય જેથી પતિએ પાર્વતીબેન સાથે ઝઘડો કરી મારમાર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે યુનિ.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.