ભગવતીપરામાં દંપતી વચ્ચે ડખો થતા પતિનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
ભગવતીપરામાં દંપતિ વચ્ચે ડખ્ખો થતા ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં રહેતા વિકી રાજેશભાઈ ખેર નામનો 30 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રીના આઠ વાગ્યાના અરસામાં તેની પત્ની સોનલબેન સાથે ઝઘડો થતા ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિકી ખેરને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં રૈયા રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોકમાં રહેતી દીલમાયાબેન કમલભાઈ નેપાળી નામની 30 વર્ષની પરિણીતા રાત્રીના ઘરે હતી. ત્યારે પતિ કમલ નેપાળીએ ઝઘડો કરી છરીનો ઊંધો ઘા ઝીંકી દીધો હતો. પરિણીતાને ઇજ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.