પત્નીના આડાસંબંધથી કંટાળી પતિનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
મેટોડામાં મોબાઇલની દુકાન ચલાવતા યુવાનના અઢી વર્ષ પહેલા લગ્ન થયા’તા : દોઢ વર્ષથી પત્ની રિસામણે છે
મેટોડા જીઆઇડીસીમાં મોબાઇલની દુકાન ધરાવતા યુવાને પત્નીના આડાસંબંધથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ લોધીકા તાલુકાના ખીરસરા ગામે રહેતો અને મેટોડા જીઆઇડીસીમાં ખોડિયાર મોબાઇલ નામની દુકાન ધરાવતો ગૌતમ સવજીભાઇ બાબરીયા (ઉ.વ.28)નામના યુવાને ગત તા.3ના બપોરે મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.2ની પાછળ ખેતરમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રથામિક નોંધ કરી મેટોડા પોલીસને જાણ કરી હતી. પ્રથમિક તપાસમાં ગૌતમ બે ભાઇ એક બહેનમાં વચેટ છે. તેના લગ્ન અઢી વર્ષ પહેલા થયા હતા. દોઢ વર્ષથી પત્ની રીસામણે ચાલી ગઇ છે. પત્નીને અન્ય સાથે આડાસંબંધ હોય જેનાથી કંટાળી ગૌતમ આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે.
