માનવ અધિકાર પંચના અધિકારી સિવિલ હોસ્પિટલની મુલાકાતે
દર્દીઓ અને ડોક્ટરને મળતી સુવિધાનું નિરીક્ષણ કર્યુ : ઝનાના વિભાગમાં નવજાત શિશુને અપાતી કાંગારૂ કેર ટ્રીટમેન્ટથી પ્રભાવિત
સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ, ડીન, આરડીપી, આરએમઓ સહિતના અધિકારીઓ જોડાયા, પદ્મકુંવરબા હોસ્પિટલમાં પણ વિઝિટ
માનવ અધિકાર પંચના અધિકારી દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ગુંદાવાડીમાં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. દર્દીઓ અને ડોક્ટરોને મળતી સુવિધાનું નિરિક્ષણ કરી તમામ વોર્ડની વિઝિટ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઝનાના વિભાગમાં નવજાત શિશુને આપવામાં આવતી કાંગારુ કેર ટ્રીટમેન્ટના વખાણ કરવામાં આવ્યા હતાં.
રાજ્યની સરકારી હોસ્પિટલોમાં દર્દીોને મળતી સુવિધા અંગે માનવ અધિકાર પંચ સતત કાર્યશીલ છે. ત્યારે આજે દિલ્હીના માનવ અધિકાર પંચના સ્પેશિયલ એરપોર્ટ ઉમેશકુમાર શર્મા રાજકોટની સિવિલ હોસ્પિટનલી મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં તેમની સાથે આર.ડી.ડી. ચેતન મહેતા, સીડીએચઓ ડી. ફુલમાળી, સિવિલ સર્જન ડો. મોનાલી માંકડિયા, ડીન ડો. ભારતી પટેલ, આરએમઓ ડો. દુસરા અને વહીવટી અધિકારી આર.એમ. ચૌહાણ જોડાયા હતાં.
માનવ અધિકાર પંચના અધિકારી દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને ડોક્ટરોને મળતી સુવિધા અંગે વિવિધ વિભાગોની મુલાકાત લેવામાં આવી હતી. આઈપીડી, ઓપીડી કેસોની વિગત મેળવી સાયકાટ્રીક વિભાગમાં ટોલેકો સેન્ટર વિશે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત ઝનાના વિભાગમાં એનઆઈસીયુ સહિતના વોર્ડની કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું. ઝનાનાનમાં નવજાત બાળકોને આપવામાં આવતી કાંગારુ કેર ટ્રેટમેન્ટથી અધિકારી પ્રભાવિત થયા હતા અને આ સારવાર પદ્ધતિના વખાણ કરવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત અધિકારી પંચના અધિકારીએ ગુંદાવાડીમાં પદ્મકુંવરબા હોસ્પિટલની પણ વિઝિટ કરી સુવિધાનું નિરિક્ષણ કર્યુ હતું અને ત્યાર બાદ જૂનાગઢ રવાના થયા હતાં.