આરટીઓ કચેરીમાં ફોર વ્હીલ લાઇસન્સ માટે અરજદારોને ભારે હાલાકી
જામનગર ની આરટીઓ કચેરી માં ફોર વ્હીલ ના લાયસન્સ માટે અરજદારો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. મહિનાઓ સુધી ફોર વ્હીલ ની ટ્રાય આપવા માટે એપોઈન્ટમેન્ટ મળતી જ નથી, જ્યારે દરરોજનો માત્ર ર0 નો જ સ્લોટ ફાળવાયો છે. તેમાં વધારો કરવો અત્યંત જરૂૂરી છે.લાયસન્સ વગર વાહન ચલાવવું ગેરકાયદેસર છે. અને જો પોલીસ ના હાથે ઝડપાઈ જાય તો મોટી રકમ નો દંડ ભોગવવો પડે છે, પરંતુ ફોર વ્હીલ માટે લાયસન્સ મેળવવાની પ્રક્રિયા કરવામાં આવે તો મહિનાઓ સુધી સ્લોટ બુક થતો નથી. કારણ કે સરકારે જામનગર.ને માત્ર 20 નો જ સ્લોટ ફાળવ્યો છે.
હકીકતે તેમાં પાંચ થી દસ ગણો વધારો કરવાની જરૂૂર છે. કારણ કે જામનગરમાં અસંખ્ય લોકો દરરોજ લાયસન્સ મેળવવાની વાહનની ટ્રાય આપવા માટેની પ્રક્રિયા કરે છે, પરંતુ સ્લોટ ઓછો હોવાથી કામ થતું નથી. આમ જામનગરમાં વાહનચાલકોને સરકારના કારણે લાયસન્સ વગર વાહન ચલાવવાની ફરજ પડે છે.
એટલે કે લોકો સાથે રીતસર અન્યાય થઈ રહ્યો છે. આ સ્લોટના ક્વોટામાં વધારો થઈ ન શકે? શા માટે ક્વોટા વધારો કરવામાં આવતો નથી? જામનગરના પ્રજાના સેવકો આ પ્રશ્ને ગાંધીનગરમાં ઉચ્ચ અને સક્ષમ ઓથોરીટી સમક્ષ આકરી રજૂઆત કરે તે જરૂૂરી છે.