રાજુલામાં પાણી પ્રશ્ર્ને વિશાળ રેલી આવેદન
અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય રેલી કાઢી પ્રાંત કચેરીએ પોહચી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી.
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા જાફરાબાદ બને નગર પાલિકાની જુની જી. યુ. ડી. સી. હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવીમંજૂરી મળ્યા બાદ નવીપાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો મુશ્કેલી સર્જાય શકે છે તેના કારણે રાજુલા શહેર અને જાફરાબાદ શહેર બંને નગર પાલિકાની ટીમ શહેરમા ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ સહિત લોકોએ તાકીદે પાઇપ લાઈનની કામગીરી શરૂૂ કરવા માટે સરકારના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો પોહચાડવા માટે રેલી કાઢવામા આવી હતી અને નારાજગી સાથે રોષ વ્યકત કર્યો હતો ઉનાળામાં પાઇપ લાઇન નહિ નાખવામા આવે તો રાજુલા વાસીઓ માટે પાણીનો મોટો પ્રશ્નન ઉપસ્થિત થશે રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકા વિસ્તારમાં પીવાનું પાણી મળી રહે તે માટે વિવિધ સંસ્થાના લોકો જોડાયા અને રાજુલા શહેરને પાણી ઝડપથી મળે તે માટે પાઇપલાઇન તાત્કાલિક નાખી કામગીરી શરૂૂ કરવામાં આવે.
રાજુલા અને જાફરાબાદ બને નગરપાલિકા દ્વારા આવેદન પત્ર આપી પ્રાંત કચેરીમાં રજૂઆતો કરી છે જેમાં થોડા દિવસો પહેલા ધાતરવડી ડેમ માંથી પાઇપ લાઇન નાખવા માટે કેટલાક ખેડૂતોના વિરોધના કારણે આ પાઇપ લાઈનની કામગીરી ટલ્લે ચડેલી છે પરંતુ ખેડૂતોના નામ લીધા વગર અને વિવાદથી દૂર રહી બંને નગરપાલિકાએ પાણી આપવા માટેની ઉગ્ર માંગણી કરવામાં આવી છે ત્યારે આવતા દિવસોમાં પાઇપ લાઈન નાખવામાં આવશે કે કેમ? તે તો આવનારો સમય જ બતાવશે.