અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવવા અરજદારો ઉમટી પડતાં ભારે દેકારો
જામનગરની પંજાબ બેંકમાં ગઈકાલથી અમરનાથ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન શરૂૂ થયું છે, પરંતુ ભારે ગીર્દી હોવાથી બેંકમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અરજદારો કરતાં રજિસ્ટ્રેશન ઓછું થતું હોવાથી હોબાળો મચી જવા પામ્યો હતો.
પ્રતિવર્ષ અમરનાથજી યાત્રા યોજાય છે. તેના માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જામનગરમાં ગઈ કાલથી પંજાબ બેંકમાં રજિસ્ટ્રેશન કામગીરીનો પ્રારંભ થયો છે.
જામનગરમાં દરરોજ માત્ર રપ લોકોની જ નામનોંધણી થાય છે. જ્યારે ગઈકાલે પ્રથમ દિવસે જ ર00 થી રપ0 લોકો રજિસ્ટ્રેશન માટે આવ્યા હતા.
આમ માત્ર રપ લોકોનું જ રજિસ્ટ્રેશન થતું હોય, જે સંખ્યા ઘણી ઓછી છે. આથી ક્વોટાની સંખ્યા વધારવાની ખાસ જરૂૂર છે. આજે પણ અરજદારોની સંખ્યા વધુ હોવાથી બેંકમાં હોબાળો મચી જવા પામ્યો હતો.
આ ઉપરાંત બેંકમાં મહિલા-પુરુષો માટે અલગ લાઈનની વ્યવસ્થા નથી. આથી માથાકુટો થઈ રહી છે. સતવરે રજિસ્ટ્રેશનનો ક્વોટા વધારી વ્યવસ્થા સુધારવી જોઈએ તેવી લોકમાંગણી ઊઠવા પામી છે.