લોધિકા-સાંગણવા ગામના રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ
લોધીકા તાલુકાનો અતિ મહત્વનો રસ્તો ગણાતો લોધીકાથી સાંગણવાનો જે અત્યારે કમર તોડ રસ્તો કહેવાય છે હાલ ચોમાસાની સીઝન ચાલી રહી હોય ત્યારે લોધિકા બસ સ્ટેન્ડથી સાંગણમાં ગામ સુધીના રોડ ઉપર મસ મોટા ખાડા પડી ગયેલ હોય ચોમાસામાં ખાડાની અંદર પાણી ભરાતા વાહન ચાલકોને પાણીની અંદર ખાડા ન દેખાતા હોય જેથી નાના-મોટા અકસ્માતો સર્જાય છે. આ અંગે લોધિકા તાલુકા શિવસેના પ્રમુખ ગૌરવ હંસોરા ઉપપ્રમુખ અશોકભાઈ વસોયા એ કરેલ રજૂઆત મુજબ તુરંત યોગ્ય પેવર રોડ કરવાની શિવસેનાની માંગણી થયેલ છે.
જે હાલ લોધીકા બસ સ્ટેશનથી સાંગણવા ગામ સુધીનો રોડ અતિ મહત્વનો ગણાય છે જેમકે મેટોડા જીઆઇડીસી શાપર જીઆઇડીસી અતિ મહત્વનો માર્ગ ગણાય છે અને જીઆઇડીસીમાં કામ કરતા લોકોનો અતિ મહત્વનો માર્ગ ગણાય છે. જે અત્યારે લોધીકા બસ સ્ટેન્ડથી સાંગણવા ગામ સુધી રસ્તો કમર તોડ ગણાય છે હાલ જે તે સમયે રસ્તાનુ સમારકામ કરેલું હતું તે એક જ વરસાદમાં ધોવાયેલ છે જેને યોગ્ય કરવા લોધિકા તાલુકા શિવસેનાની માંગણી થયેલ છે.